fear

રોજિંદી વપરાશની ચીજ વસ્તુ લઈને પ્રેમી યુગલે પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરીમાં ધામા નાખ્યા, કહ્યું ઓનર કિલિંગનો લાગે છે ડર(fear)

fear

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ અમદાવાદ શહેરના જશોદા નગર વિસ્તારમાં રહેતા એક યુગલ પરિવાર સાથે પોતાના કપડાં લઈને શહેર પોલીસ કમિશનર કચેરીએ ધામા નાખ્યા હતા. આ યુગલને ઓનર કિલિંગ ડર(fear) છે. પ્રેમ લગ્ન કરનાર આ યુગલ નો આક્ષેપ છે કે તેઓ હાલ જીવન જોખમ એ જીવી રહ્યા છે, કારણ કે તેઓને સતત ધમકી મળી રહી છે.

Whatsapp Join Banner Guj

શહેર પોલીસ કમિશનર ઓફિસ આજે એક યુગલ એ રોજિંદી વપરાશની ચીજ વસ્તુ લઈને પરિવાર સાથે ધામા નાખ્યા હતા. આ યુગલ નો આક્ષેપ છે કે તેઓ એ બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે આ લગ્ન યુવતીના માતા-પિતા ને મંજુર ન હોવાથી તેઓને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી.

લગ્ન બાદ તેઓ લગભગ દોઢેક વરસ જેટલો સમય બહાર રહ્યા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી તેઓ પોતાના ઘરે આવ્યા છે. અને ત્યારથી તેઓ ઘરે આવ્યા છે ત્યારથી તેઓને યુવતીના પરિવારજનો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે અને માર પણ મારવામાં આવી રહ્યો છે. જોકે પોતાના જીવને જોખમ હોવાની રજૂઆત કરતા તેઓને પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ યુગલનો આક્ષેપ છે કે ગઈકાલે યુવતીના કાકા કાકી મમ્મી ભાઇ અને કાકા ની દીકરી અચાનક જ ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવતીને બહાર કાઢીને તેને માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જોકે બીજી તરફ તેઓનો એ પણ આક્ષેપ છે કે તેમને રક્ષણ માટે જે પોલીસ કર્મીઓ આપવામાં આવ્યા છે તે પોલીસ કર્મીઓ પણ આ ઘટનાને જોતા રહ્યા હતા તેઓએ પણ તેમને બચાવવા માટે આવ્યા ન હતા.

જો કે પોલીસ કમિશ્નર કચેરી એ રજૂઆત કરતા તેઓ ને અહી થી પ્રોટેક્શન સાથે ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ વટવા જી આઇ ડી સી પોલીસ નું કહેવું છે કે યુવતી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેને ધ્યાન માં લઈને પોલીસ એ કાર્યવાહી પણ કરી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

મહારાષ્ટ્રઃમુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત(accident),ઘટના સ્થળે 5 વ્યક્તિઓનું નિપજ્યુ મોત