WhatsApp Image 2020 11 11 at 5.08.48 PM

દિવાળીના તહેવારોમાં જામનગરના લોકોને કલેકટરે શું સલાહ આપી જાણો….

Collector Ravi shankar Jamnagar, Diwali Meeting

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૧ નવેમ્બર: જામનગર જિલ્લા સેવા સદન કલેકટર ઓફિસ કોન્ફરન્સ રૂમ ખાતે જામનગર જિલ્લા કલેકટર રવિશંકર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી આ બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે નવરાત્રી ઉપર જામનગર વાસીઓએ રાખેલો સંયમ કોરોના ને ફેલાતો અટકાવામાં અતિ મદદરૂપ સાબિત થયો હતો તે જ રીતે આગામી દિવાળી અને નુતનવર્ષના તહેવારોમાં પણ લોકો સંયમ જાળવે અને માસક, સોશિયલ ડિસ્ટન્સ વિગેરેનું પાલન કરે તે જરૂરી છે

Collector Ravishankar Jamnagar,

તેમજ સરકાર ની ગાઈડલાઈન મુજબ જ મર્યાદિત સમયમાં ફટાકડા ફોડે ત્યાર બાદના સમયમાં ફટાકડા ફોડી પ્રદૂષણ ફેલાવતો અટકાવી શકે છે કલેકટર રવિશંકરે વધુમાં જણાવ્યું હતું કે જે પરિવારના ઘરમાં સિનિયર સિટીઝનો અને બાળકોની સંખ્યા છે તે લોકો ખાસ તકેદારી રાખે કારણ કે દિવાળી બીજી આવશે તેને આપણે કોરોનાની વેક્સિન શોધાયા બાદ ભારે હર્ષોલ્લાસથી ઊજવી શકીશું પણ ક્યાંક નાની એવી પણ ભૂલ સિનિયર સીટીઝનો માટે છેલ્લી દિવાળી ના બની જાય તે પણ જોવાની ફરજ લોકોની છે,

whatsapp banner 1

આ બેઠકમાં જિલ્લા કલેકટર રવિશંકર ઉપરાંત અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર બીપીન ગર્ગ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ કોરોના નોડલ ઓફિસર ડોક્ટર ચેટરજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *