Bank

Government Bank: આ સરકારી બેંકોમાં સરકાર પોતાનો ભાગ ઘટાડશે, જાણો શા માટે લીધો મોટો નિર્ણય?

Government Bank: નાણાકીય બાબતોના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ બેંકોએ સેબીના 25 ટકા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોને પૂર્ણ કર્યા છે

બિઝનેસ ડેસ્ક, 15 માર્ચઃ Government Bank: સેબીના લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવા માટે દેશની પાંચ સરકારી બેંકો સરકારનો હિસ્સો ઘટાડવા વિચારણા કરી રહી છે. હાલમાં દેશની 12 સરકારી બેંકોમાંથી માત્ર 4 એવી બેંકો છે જે સેબીના આ નિયમનું પાલન કરી રહી છે.

નાણાકીય બાબતોના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ બેંકોએ સેબીના 25 ટકા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોને પૂર્ણ કર્યા છે. બાકીની પાંચ બેંકોએ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોનું પાલન કરવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યા છે. પાંચ બેંકો જેમાં સરકારનું હોલ્ડિંગ 75 ટકાથી વધુ છે તેમાં પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે જેમાં સરકારનો હિસ્સો 98.25 ટકા છે.

આ પણ વાંચોઃ Benefits oF Having Early Dinner: રાત્રીનું ભોજન વહેલુ કરવુ જોઇએ, થશે અઢળક ફાયદા- જાણો લાભ

આ સિવાય ચેન્નાઈ સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં સરકારનો હિસ્સો 96.38 ટકા છે. યુકો બેંકમાં સરકારનો હિસ્સો 95.39 ટકા છે જયારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સરકારનો હિસ્સો 93.08 ટકા છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સરકારનો હિસ્સો 86.46 ટકા છે.

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓમાં ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગ 25 ટકા હોવું જરૂરી છે. સેબીએ જાહેર ક્ષેત્રની બેંકોને વિશેષ મુક્તિ આપી છે પરંતુ તેઓએ ઓગસ્ટ 2024 સુધી લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો