flurt with jaudge

Flirt with court judge: કોર્ટના જજને ગુનેગારે કહ્યું- આઇ લવ યુ, જુઓ વીડિયો

Flirt with court judge

Flirt with court judge: જજે આરોપીને કહ્યું- ફલર્ટ ગમે ત્યાં થઇ શકે છે, પરંતુ કોર્ટમાં શક્ય નથી!

ફ્લોરિડા, 10 ફેબ્રુઆરીઃ કોર્ટમાં જજની સામે જતા દરેક ગુનેગાર ખૂબ જ ડરે છે. તેનુ કારણ એ પણ છે કે જજ તેના ગુનાહનો નિર્ણય લઇને તેને સજા સંભાળવવાના હોય છે. ત્યારે જો એવુ થાય કે ગુનેગાર જજ સાથે જ ફ્લર્ટ કરે તો…એવુ જ કઇ ક અમેરિકાની ફ્લોરિડા કોર્ટમાં બન્યું છે.

અહીં એક વ્યક્તિએ એવું કામ કરી નાખ્યું કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જજને જ ઈમ્પ્રેસ કરવા માટે તેણે જજ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ. આ બધુ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન થયું. 

Whatsapp Join Banner Guj

ડેમેટ્રિયસ લુઈસ નામના એક વ્યક્તિ પર ચોરીનો આરોપ લાગ્યો હતો. આ મામલે સુનાવણી ચાલુ હતી. લુઈસને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઝૂમ એપ પર સુનાવણી માટે હાજર કરાયો. આ કેસમાં જજ હતા બ્રોવાર્ડ કાઉન્ટના જજ તબિતા બ્લેકમન. અચાનક સુનાવણી દરમિયાન આરોપી જજના વખાણ કરવા લાગ્યો. જજને તેણે ગોર્જિયસ કહ્યું, અને પછી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. જે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. 

વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી જજને કહે છે કે તમે ખુબ સુંદર છો અને I Love You. જજ લુઈસના કમેન્ટ  સાંભળીને ચોંકીને તેની સામે જોયા કરે છે. આરોપીની આ હરકત પર જજે કહ્યું કે ચાપલૂસી દરેક જગ્યાએ થઈ શકે છે પરંતુ કોર્ટમાં તે શક્ય નથી. 

આ પણ વાંચો…

Rajiv last film: 31 વર્ષ બાદ કરી રહ્યાં હતા કમબેક, ફિલ્મ રિલિઝ પહેલા જ થયું નિધન- બોલિવુડના આ સ્ટાર્સે આપી રાજીવને યાદ સાથે શ્રદ્ધાંજલિ