Flower show

Flower show in ahmedabad: અમદાવાદમાં ફ્લાવર-શો ને લઈ તડામાર તૈયારીઓ શરૂ…

Flower show in ahmedabad: રાષ્ટ્રધ્વજ, યોગા તથા આયુર્વેદિક સહિત વિવિધ થીમ આધારિત હશે શો

અમદાવાદ, 20 ડિસેમ્બર: Flower show in ahmedabad: અમદાવાદ શહેરમાં યોજાવનાર ફ્લાવર શો ને લઈને શહેરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફ્લાવર શોને પાંચ અલગ- અલગ થીમ આધારિત બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના અંતમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યો છે. આના પછી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પ્રશાસને તૈયારીઓ શરૂ કરી છે.

ફ્લાવર શોને પાંચ અલગ- અલગ થીમ આધારિત બનાવવામાં આવશે. જેમાં G-20 અને તેમાં ભાગ લેનાર અલગ- અલગ દેશના રાષ્ટ્રધ્વજ, યોગા તથા આયુર્વેદિક થીમ આધારિત ફ્લાવર શો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ફ્લાવર શોમાં સ્પોર્ટસ થીમ અને અલગ- અલગ સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ તરફ કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી યોજાશે. જેમાં ફૂડ ફેસ્ટિવલ, લોક ગાયક તરફથી શહેરના નાગરિકોનું મનોરંજન કરવામાં આવશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી જાન્યુઆરી મહિનાના ત્રણ સપ્તાહ સુધી અમદાવાદ શહેરમાં તો જાણે ઉત્સવ જેવો માહોલ જોવા મળશે. અઢી કરોડના ખર્ચે ફ્લાવર શો અને સાડા પાંચ કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલ ત્રણ વર્ષ બાદ યોજાશે. જેના ભાગરૂપે પ્રશાસને તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ferry service between india-sri lanka: ભારત-શ્રીલંકા વચ્ચે ફરીથી શરૂ થશે ફેરી સર્વિસ, જાણો કેટલું હશે ભાડું

Gujarati banner 01