Two arrested with quantity of liquor

Two arrested with quantity of liquor: રખિયાલ પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂના જથ્થા સાથે 2ને ઝડપી લીધા

Two arrested with quantity of liquor: પોલીસે 82 હજારથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી…

અમદાવાદ, 20 ડિસેમ્બર: Two arrested with quantity of liquor: દહેગામની રખિયાલ પોલીસે બાતમીના આધારે કડજોદરા તરફથી પસાર થઈ રહેલી કોરોલા કારનો ફિલ્મી ઢબે પીછો કરી સાંપા ગામના પાટીયા પાસેથી કારને રોકી તેમાંથી રૂપિયા 82,560 ની કિંમતની 492 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશા ગામીતના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હિતેશકુમાર, જયદીપસિંહ, અક્ષયસિંહ, કિરણકુમાર તેમજ કનુભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે કડજોદરા નજીક વોચમાં હતા દરમિયાન કોરોલા કાર પસાર થતા પોલીસે તેને રોકવાનો વિચારો કરતા કારના ચાલકે કાર રોકી ન હતી અને દહેગામ રોડ તરફ હંકારી હતી

જેથી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી સાંપા ગામના પાટીયા પાસેથી ઝડપી લઇ કારમાંથી રૂપિયા 82,560 ની કિંમતમાં 492 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે જગદીશ યાદરામ યાદવ (રહે- વૃંદાવન સ્કાય લાઈન વસ્ત્રાલ રીંગરોડ અમદાવાદ) તેમજ વિશાલ મગનભાઈ ચૌહાણ (રહે- ધર્મભૂમિ એપાર્ટમેન્ટ સીટીએમ અમદાવાદને કાર સહિતના કુલ રૂપિયા 1 92,560 ના મુદ્દા માલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં દારૂ લાવતા હતા

રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં વિદેશી દારૂ લઇને આવતા ચાર લોકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી, તે દમિયાન ખાનગી ટ્રાવેલ્સમાં તપાસ કરતા મુસાફર બની ચાર લોકો આવી રહ્યા હતા. જેમનો સામાન ચેક કરવામાં આવતા બિયર દારૂની 112 બોટલ મળી આવતા ચારેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરવામાં આવતુ હતુ. તે સમયે ખાનગી ટ્રાવેલ્સ આવતા તેને રોકી અંદર બેઠેલા મુસાફરો અને તેમનો સામાન ચેક કરવામાં આવ્યો હતો.

જેમાં મુસીરઅહેમદ ઉર્ફે મુનીર અહેમદ ઉર્ફે મોનીરકરી (રહે, આદમ અક્ષાનો ફ્લેટ, સરખેજ), અખ્તરઅલી મોહમંદઅલી અન્સારી (રહે, ચારતોડા કબ્રસ્તાન હિમાદ્રી, મિલ પાસે હાથીખાઇ, અમદાવાદ), મોહમદઅયુબ મોહમદફારુખ શેખ (રહે, સુલતાન મહોલ્લો, દરિયાપુર, અમદાવાદ) અને માજીદ મોહમદભાઇ મણીયાર (રહે, મણીયારવાડ, પોપટીયાવાડ, ગોમતીપુર) પાસેથી વિદેશી દારૂની બોટલ અને બિયર નંગ 112 નંગ કિંમત 18080 મળી હતી. આ બાબતે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Flower show in ahmedabad: અમદાવાદમાં ફ્લાવર-શો ને લઈ તડામાર તૈયારીઓ શરૂ…

Gujarati banner 01