Food poisoning happened to 1000 people

Food poisoning happened to 1000 people: વિસનગર તાલુકાના સવાલા ગામમાં લગ્નપ્રસંગના જમણવારમાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ- વાંચો વિગત

Food poisoning happened to 1000 people: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને સમાચાર મળતા ગાંધીનગર થી મોડી રાત્રે 3:30 વાગ્યે વિસનગર દોડી આવ્યા

મહેસાણા, 05 માર્ચઃ Food poisoning happened to 1000 people: મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાના સવાલા ગામમાં ગઇ કાલે યોજાયેલ લગ્નપ્રસંગના જમણવારમાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયું હતુ. વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગર થી મોડી રાત્રે ૩:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા.


મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી. ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ Father Raped daughter: સુરતમાં સગી દીકરી પર દુષ્કર્મ આચર્યુ, કાંડ કર્યા પછી પિતાએ પોલીસને કહ્યું- મારી ભૂલ થઈ ગઈ
આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર , વિસનગર ની નૂતન હોસ્પિટલમાં ૪૧૦, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૩૦૦, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં ૨૦૬, વિસનગર સી.એચ.સી. માં ૪૪, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં ૫, વડનગર સરકારી હોસ્પિટલમાં ૧૩૫, સી.એચ.સી. ખેરાલુમાં ૭ અને મહેસાણાની હોસ્પિટલમાં ૫૦ આમ કુલ ૧૦૫૭ જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.


આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર મેળવીને સ્વગૃહે પરત થયા છે.દર્દીઓને સધન સારવાર મળી રહેતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી. આગામી સમયમાં ફુડ પોઇઝનીંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.