Foreign students in GTU

Foreign students in GTU: કોરોનાકાળમાં પણ સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી ગુજરાતની એકમાત્ર ટેક્નોલોજીકલ યુનિવર્સિટી..!

Foreign students in GTU: ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને  આંતરરાષ્ટ્રીય સ્તર પર જીટીયુ હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 4 વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે- પ્રો. ડૉ. નવીન શેઠ, કુલપતિ જીટીયુ

અમદાવાદ, 20 જુલાઇઃ Foreign students in GTU: રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું બહુમાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ફાળે જાય છે. છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સમગ્ર રાજ્ય તેમજ દેશ- વિદેશમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે જીટીયુ કાર્યરત છે. વર્ષ-2013થી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે જીટીયુ સમગ્ર રાજ્યમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુમાં વિવિધ 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

અત્યાર સુધી જીટીયુમાં 56 દેશના 1636થી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે.  આ સંદર્ભે જીટીયુ(Foreign students in GTU)ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને  આંતરરાષ્ટ્રીય સ્તર પર જીટીયુ હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 4 વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે. વધુમાં જણાવ્યું હતું કે , ગત વર્ષ સરકારશ્રી દ્વારા સુપરત કરાયેલ જીપેરી ખાતે પણ 11 દેશના 24 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષે જ પ્રવેશ મેળવ્યો હતો.  જીટીયુના  કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી.

ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (આઈસીસીઆર) દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાંથી જીટીયુ એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા , ચાડ , ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા , સીરીયા લેઓન , ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ  ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે.

આ પણ વાંચોઃ Supreme court: હોસ્પિટલ પૈસાની કમાણી કરવાનું મશીન બની ગયુ છે, આવી હોસ્પિટલ બંધ કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું..!

ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ટરનેશનલ રિલેશન (ડિઆઈઆર)ના હેડ ડૉ. કેયુર દરજીએ જણાવ્યું હતું કે, જીટીયુમાં ડિઆઈઆર અંતર્ગત સમગ્ર રાજ્યમાં એકમાત્ર  આઈટી બેઝ્ડ ફોરેન સ્ટુડન્ટ સેલ કાર્યરત છે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશથી લઈને ડિગ્રી સુધીની તમામ અદ્યતન સવલતો સીંગલ વિન્ડો પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. પેન્ડામિક સમયમાં પણ આ વર્ષે રેકોર્ડબ્રેક 1240 અરજી જીટીયુને મળી હતી.  જેમાંથી 808 વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Delta variant: જો વધુ લોકો રસી લીધા બાદ કોવિડ-ગાઇડલાઇનનું પાલન કરે તો કોઇ પણ ભાવિ લહેર કાબૂમાં આવી શકે છે- INSACOGના ડો. અરોરા

ચાલુ શૈક્ષણિક વર્ષમાં પીએચડી અભ્યાસક્રમમાં ઝિમ્બાબ્વેની  હરારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ડિન ટેન્ડાઈ પાડેન્ગા જીટીયુ ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરવા માટે એડમિશન મેળવ્યું છે. આ ઉપરાંત જાપાનની મિત્સૂકો ટાકાહાશીએ મેનેજમેન્ટમાં જીટીયુ ખાતે પીએચડી અભ્યાસક્રમમાં જોડાયા છે. તેણી હાલમાં “હા બાથ આઈએનસીના” ડિરેક્ટર છે. જીટીયુ ડિઆઈઆર અંતર્ગત કાર્યરત ફોરન સ્ટુડન્ટ સેલની વિવિધ પ્રવૃત્તિને લઈને જીટીયુ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી રહી છે.  આઈસીસીઆરના પ્રતિનિધિઓ પણ જીટીયુ ડિઆઈઆરની પ્રવૃત્તિને બિરદાવી હતી.

વર્ષવિદ્યાર્થીઓની સંખ્યા 
 2013-14137
2014-1562
2015-16120
2016-17213
2017-1891
2018-1952
2019-2067
2020-2166
  • વર્ષ 2021-22માં વિવિધ કોર્સમાં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ(Foreign students in GTU)
કોર્સ સંખ્યા
 યુજી519
પીજી281
પી.એચડી8
કુલ808
Foreign students in GTU