Forest Department: નર્મદા જિલ્લાવન વિભાગના ચારસો થી વધુ કર્મચારીઓ ની હડતાળ પર જવાની ચીમકી

Forest Department: નર્મદા જિલ્લાવન વિભાગ ના ચારસો થી વધુ કર્મચારીઓ ની હડતાળ પર જવાની ચીમકી

Forest Department રોજમદાર કર્મચારીઓ ને કાયમીતો કરી દીધા પણ જરૂરી જે હક્કો આપવા જોઈએ એ આપ્યા નહિ.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૩૧ જાન્યુઆરી:
નર્મદા જિલ્લા વનવિભાગના Forest Department કર્મચારીઓ એ તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ પર જવાની ચીમકી આપીછે. પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા માં 43 ટકા વન વિસ્તાર છે અને તાજેતરમાં એક નવું ડિવિઝન અને પાંચ નવી રેન્જ પણ બનાવવા માં આવી હોય તે માટે નવી ભરતી પ્રક્રિયા પણ થઇ અને વરસો થી વન વિભાગને વફાદાર રહી સેવા કરતા રોજમદાર કર્મીઓ ને સરકારે કદર કરી કાયમી કર્મચારીઓ નો દરજ્જો આપ્યો

Forest Department

પરંતુ જે કાયમી કર્મચારીઓ ને મળતા હક્કો નિયમિત પગાર સહીતની કેટલીક બાબતો હજુ મળતી નથી આ અંગે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ તેમની રજુઆત પર કોઈ ધ્યાન સરકાર તરફ થી અપાતું ના હોય જેથી આવા રાજ્યના તમામ કર્મચારીઓનો પ્રશ્ન હોય ગુજરાત વન શ્રમયોગી સંઘ દ્વારા ફેબ્રુઆરી મહિના માં ઉગ્ર આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળ કરશે. જે બાબતે તેમણે મુખ્ય મંત્રી ને પણ આ મામલે જાણ કરી છે

Whatsapp Join Banner Guj

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના વન કર્મચારીઓ ની એક રજીસ્ટર સંસ્થા છે. જેનું નામ ગુજરાત શ્રમયોગી સંઘ રાખવામાં આવ્યું છે જેના દ્વારા રાજ્યના આવા તમામ વન કર્મચારીઓ ના હક્કો અને ન્યાયિક માંગણીને લઈને વારંવાર સરકાર માં રજૂઆત કરી સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ કરી પણ કોઈએ વાત સાંભળી નહિ કે કોઈ માંગણી સ્વીકારી નહિ જેથી આગામી 17 ફેબ્રુઆરી થી રાજ્યના તમામ શ્રમયોગી કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.જેમાં નર્મદા જિલ્લાના 400 જેવા કર્મચારીઓ પણ પોતાની ન્યાયિક માંગણી ને લઈને ગુજરાત શ્રમયોગી કર્મચારી સંઘના નેજા હેઠળ હડતાળ માં જોડાશે.તેમ જાણવા મળ્યું છે.