g20

G20 meeting in Gandhinagar: 2થી 4 એપ્રિલ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે G20 હેઠળ બીજી એનર્જી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપ મીટિંગ

G20 meeting in Gandhinagar: કેન્દ્રીય રાજ્યમંત્રી આયુષ (AYUSH) તેમજ મહિલા અને બાળવિકાસ મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, 31 માર્ચ: G20 meeting in Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થાય છે. વિવિધ ક્ષેત્રો જેવાંકે, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઊર્જા સંરક્ષણ પર કાર્યક્રમો આયોજિત કરવાનું સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે, જે જી20 સમિટના એકંદર લક્ષ્યાંકો અને એજન્ડા સાથે સુસંગત છે.

ગુજરાત 2થી 4 એપ્રિલ, 2023 દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે બીજી એનર્જી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે.

કેન્દ્રીય રાજ્ય કક્ષાના આયુષ (AYUSH) તેમજ મહિલા અને બાળવિકાસ મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા આ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમમાં વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હિસ્સો લેશે, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મોરેશિયસ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, સાઉથ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, સ્પેન, તુર્કી, યુએઇ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.

ઉપરાંત, આ કાર્યક્રમમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હિસ્સો લેશે. આ સંસ્થાઓમાં, એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB), ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એશિયાન અને ઇસ્ટ એશિયા (ERIA), ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA), ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF), ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA), ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA), સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ (SEforALL), યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP), યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP), યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (UNIDO), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), વર્લ્ડ બેન્ક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વગેરેનો સમાવેશ થાય છે.

કાર્યક્રમની શરૂઆત ETWGના અધ્યક્ષ દ્વારા ઓપનિંગ રિમાર્ક્સ સાથે થશે અને ત્યારબાદ ટ્રોઇકા (બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા) દ્વારા ઓપનિંગ રિમાર્ક્સ આપવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં, કેન્દ્રીય રાજ્ય કક્ષાના આયુષ તેમજ મહિલા અને બાળવિકાસ મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા વિશેષ સંબોધન આપશે.

IEA, OPEC, ERIA જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર પ્રેઝન્ટેશન્સ આપશે. IEA ક્રિટિકલ મિનરલ્સ રિપોર્ટ 2023નું એનાલિસિસ પ્રસ્તુત કરશે. સવારે આયોજિત સત્રોમાં, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર- ‘ભવિષ્ય માટે ઇંધણ’ માટેના ડ્રાફ્ટ આઉટકમ્સ અને કી ડિલિવરેબલ્સ પર ન્યુ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય તેમજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

બપોરના સત્રમાં, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર- ‘એનર્જી ટ્રાન્ઝીશન માટે ઓછા ખર્ચે ધિરાણ’ માટેના ડ્રાફ્ટ આઉટકમ્સ અને કી ડિલિવરેબલ્સ પર ન્ચુ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયના સચિવ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

પ્રથમ દિવસના છેલ્લા સત્રમાં, પ્રાથમિકતાવાળા ક્ષેત્ર- ‘ટેક્નોલોજીમાં રહેલા ગેપ્સ દૂર કરીને તેના મારફતે એનર્જી ટ્રાન્ઝીશન’ માટેના ડ્રાફ્ટ આઉટકમ્સ અને કી ડિલિવરેબલ્સ પર ઊર્જા મંત્રાલયના સચિવ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે. સાંજે, પ્રતિનિધિઓ GIFT સિટીની મુલાકાત લેશે, જે ભારતનું પ્રથમ અને એકમાત્ર IFSC છે, જ્યાં તેઓ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, યુટિલિટી ટનલ અને ઓટોમેટેડ સોલિડ વેસ્ટ કલેક્શન સેન્ટરની મુલાકાત લેશે.

3 એપ્રિલ, 2023 ના રોજ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર- ‘સ્વચ્છ ઊર્જા માટે યુનિવર્સલ એક્સેસ અને ન્યાયી, પોસાય તેવા અને સમાવેશી એનર્જી ટ્રાન્ઝીશન પાથવેઝ’ માટેના ડ્રાફ્ટ આઉટકમ્સ અને કી ડિલિવરેબલ્સ પર કોલસા મંત્રાલય તેમજ ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયના સચિવો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવશે. ત્યારબાદ, પ્રાથમિકતાવાળા ક્ષેત્ર- ‘ઊર્જા સુરક્ષા અને ડાઇવર્સિફાઇડ સપ્લાય ચેઇન્સ’ માટેના ડ્રાફ્ટ આઉટકમ્સ અને કી ડિલિવરેબલ્સ પર ખાણ મંત્રાલયના સચિવ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ચેરપર્સન દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

બીજા દિવસના સત્રો દરમિયાન, પ્રાથમિકતા ક્ષેત્ર ‘ઊર્જા કાર્યક્ષમતા, ઔદ્યોગિક રીતે ઓછું કાર્બન સંક્રમણ અને જવાબદારીપૂર્વકનો વપરાશ’ માટેના ડ્રાફ્ટ આઉટકમ્સ અને કી ડિલિવરેબલ્સ પર બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીના ડાયરેક્ટર જનરલ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

બીજા દિવસના અંતે, પ્રતિનિધિઓ સુજાનપુરા અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે, જ્યાં તેઓ સુજાનપુરા ગામ ખાતે આવેલ 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટની મુલાકાત લેશે. આ ઉપરાંત, પ્રતિનિધિઓને મોઢેરા સોલાર પ્રોજેક્ટ પરની માહિતીપ્રદ ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પણ બતાવવામાં આવશે.

ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, 3ડી મેપિંગ લાઇટ અને સાઉન્ડ શૉ નો આનંદ માણશે અને ત્યારબાદ ડિનર લેશે.

પ્રતિનિધિઓ માટે ત્રીજા દિવસની શરૂઆત હોટલ લીલા ખાતે યોગ સત્રથી થશે અને ત્યારબાદ તેઓ દાંડી કુટિરની મુલાકાત લેશે. ત્રીજા દિવસે વિવિધ બહુપક્ષીય અને દ્વિપક્ષીય મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Toll tax increase from 1st April: 1 એપ્રિલથી થશે ટોલ ટેક્સમાં 14 ટકાનો વધારો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો