Gandhinagar election update

Gandhinagar election update:વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા

Gandhinagar election update: ગાંધીનગર નગર નિગમના 11 વોર્ડમાં 44 કાઉન્સિલરો માટે 3 ઓક્ટોબરે ચૂંટણી થઈ રહી છે. મતદાન સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે.

ગાંધીનગર, 03 ઓક્ટોબરઃ Gandhinagar election update: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા. પીએમ મોદીના માતાને સુરક્ષાકર્મી અને પરિવારના લોકો સહારો આપીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા અને ત્યાં હીરાબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જ્યારે પણ મતદાન હોય છે ત્યારે હીરા બા અચૂક મતદાન કરે છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે.

નોંધનીય છે કે, 2019માં પણ ગુજરાતમાં જે મતદાન થયું હતુ. તેમાં પણ પીએમ મોદીના માતા હીરા બા મતદાન કરવા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીના માતા હીરા બા 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે. નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચોઃ Rise in petrol and diesel prices: અંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીમત વધવાથી સતત ચોથા દિવસે પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો

ગાંધીનગર નગર નિગમ(Gandhinagar election update)ના 11 વોર્ડમાં 44 કાઉન્સિલરો માટે 3 ઓક્ટોબરે ચૂંટણી થઈ રહી છે. મતદાન સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે. મતદાતા મતદાન કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે. 

પાંચ વર્ષ રાજકીય પક્ષોને સાંભળનારા મતદારો આજે પોતાના અકળમૌન સાથે મતદાન કરશે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ, એસ.આર.પી. સાથે હોમગાર્ડ જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ અને નાના પક્ષોના મળી 162 જેટલા ઉમેદવારોની શાખ દાવ ઉપર લાગી છે

Whatsapp Join Banner Guj