Ganesh sthapan at ambaji: અંબાજીમાં ભગવાન શ્રીગણેશની પ્રતિમાને વાજતે ગાજતે સ્થાપના કરી પૂજા અર્ચન કરી પાંચમાં દિવસે ગણપતિજીનું વિસર્જન કરાશે

Ganesh sthapan at ambaji: અંબાજી માં ભાદરવી પુનમ નો મહામેળો ભરનાર હોઈ યાત્રિકો ને અડચણ રૂપ ન બને તેને લઈ ગણપતિ સ્થાપના 5 દિવસ માટે ની જ કરવામાં આવે છે

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 31 ઓગષ્ટઃ Ganesh sthapan at ambaji: કોરોના કાળ ના બે વર્ષ બાદ વિવિધ તહેવારો ઉજવવા માટે ની પરવાનગી મળતા લોકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જન્માષ્ટમી બાદ આજે ગણેશ ચતુર્થી ને લઈ લોકો ગણેશ ભગવાન ની સ્થાપના કરતા હોય છે.

ત્યારે યાત્રાધામ અંબાજી માં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ તેમજ અન્ય શ્રધ્ધાળુઓ દ્વારા ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા ને વાજતે ગાજતે સ્થાપના કરી પૂજા અર્ચન કરી આરતી કરી ને બેસાડવામાં આવ્યા હતા આમતો લોકો 7 કે 11 દિવસે ગણપતિજી નું વિસર્જન કરતા હોય છે.

અંબાજી માં ભાદરવી પુનમ નો મહામેળો ભરનાર હોઈ યાત્રિકો ને અડચણ રૂપ ન બને તેને લઈ ગણપતિ સ્થાપના 5 દિવસ માટે ની જ કરવામાં આવી છે ને મેળો શરુ થાય તે પૂર્વેજ ગણપતિજી વિસર્જન નો કાર્યક્રમ યોજવામાં આવશે

આ પણ વાંચોઃ Ganpati parv: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા પધારશે આપણા આંગણે

આ પણ વાંચોઃ Jabalpur Diverted Train Route: જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે અમદાવાદ મંડળથી ચાલતી કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે

Gujarati banner 01