College

Godhra-porbandar new medical collage approval: ગોધરા અને પોરબંદર ખાતે નવી મેડીકલ કૉલેજને મંજૂરી

  • ગોધરા અને પોરબંદર મેડિકલ કૉલેજમાં આ વર્ષથી ૧૦૦-૧૦૦ મેડિકલ બેઠક પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થશે
  • રાજ્યમાં મેડીકલ કોલેજોની કુલ બેઠકો ૫૭૦૦થી વધીને ૫૯૦૦ થશે
  • નવી મેડીકલ કોલેજો લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટ્યૂટર અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સવિધાઓથી સજ્જ હશે

Godhra-porbandar new medical collage approval: નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેટર ઓફ ઈન્ટેન્ટ અપાયા- પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર, ૦૩ ઓગસ્ટ: Godhra-porbandar new medical collage approval: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

College 1

આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશનને અરજી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા ૨૯ જુલાઈ ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શનના પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યાં છે. હવે ‘લેટર ઓફ પરમિશન’ મળશે એટલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ બંને કોલેજો ખાતે ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી એમ કુલ ૩૧ મેડીકલ કોલેજો મળીને ૫૭૦૦ સીટ છે. ગોધરા અને પોરબંદરમાં મેડીકલ કોલેજ શરૂ થશે પછી રાજ્યની ૩૩ મેડિકલ કોલેજમાં બેઠકોની કુલ સંખ્યા ૫૯૦૦ થશે. બંને મેડીકલ કોલેજોને નેશનલ મેડીકલ કાઉન્સીલની પરવાનગી મળી છે તે કુલ રૂ. ૬૬૦ કરોડના ખર્ચે કાર્યરત થશે. આ રકમમાં કેન્દ્ર સરકારનો ૬૦ ટકા અને રાજ્ય સરકારનો ૪૦ ટકા હિસ્સો છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડીકલ કોલેજ માટે મોકલેલી દરખાસ્ત અંગે પણ નજીકના ભવિષ્યમાં જ નેશનલ મેડીકલ કાઉન્સીલ તરફથી મંજૂરી મળવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. નવી મેડીકલ કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટયૂટર અને પેરામેડીકલ સ્ટાફની સગવડતા મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.

આ પણ વાંચો: 1 liter Ground nut oil: ગુજરાતના 71 લાખ પરિવારોને મળી રાહત, 200 રૂપિયાને બદલે 100 રૂપિયામાં મળશે સિંગતેલ

Gujarati banner 01