Gujarat borad

GSEB Board Exam 2024 : બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

GSEB Board Exam 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર લેવાનાર બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે

ગાંધીનગર, 29 ફેબ્રુઆરીઃ GSEB Board Exam 2024 : બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર લેવાનાર બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે. 

આ પણ વાંચોઃ Loksabha Elections 2024 :PM મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક, આવતીકાલે 120-125 ઉમેદવારોની પ્રથમ યાદી થઈ શકે જાહેર 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાનાર છે. ત્યારે આજથી બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ  www.gseb.org પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ ઉપરાંત ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો