bhupendra patel

Loksabha Elections 2024 :PM મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક, આવતીકાલે 120-125 ઉમેદવારોની પ્રથમ યાદી થઈ શકે જાહેર 

Loksabha Elections 2024 : આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજરી આપશે.

ગાંધીનગર, 29 ફેબ્રુઆરીઃ Loksabha Elections 2024 : આજે સાંજે 6.30 કલાકે દિલ્હી બીજેપી મુખ્યાલય પર મહત્વની બેઠક મળવાની છે. બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા ની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજરી આપશે.

ગુજરાત ભાજપની દિલ્હીમાં યોજાયેલ કોર ગ્રુપની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે, એક પણ ધારાસભ્યોને લોકસભા ચૂંટણી નહિ લડાવવામાં આવે. કેટલીક બેઠકો પર નવા નામો સાથે આજે ફરીથી બેઠક યોજાવાની છે. ત્યારે આ બાદ આવતીકાલે 1 માર્ચના રોજ બીજેપી પોતાની 120-125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પીએમ મોદી વારાણસી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની સાથે અન્ય બેઠકોની જાહેરાત કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચોઃ Financial Rules: 1 માર્ચથી આ નિયમોમાં થઈ જશે ફેરફાર, રસોઈ ગેસ સિલિન્ડર થશે મોંઘો

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર જાતિગત સમીકરણ 

  • પોરબંદર, અમરેલી – લેઉવા પટેલ
  • રાજકોટ, મેહસાણા – કડવા પટેલ
  • સુરેન્દ્રનગર – કોળી, ઠાકોર
  • ભાવનગર, જૂનાગઢ – કોળી
  • જામનગર – આહીર
  • કચ્છ – દલિત (અનામત)
  • પાટણ – ઠાકોર
  • સાબરકાંઠા – ઠાકોર, ઓબીસી
  • બનાસકાંઠા – ચૌધરી
  • ખેડા – ઓબીસી, ક્ષત્રિય
  • આણંદ – પટેલ
  • વડોદરા – સવર્ણ,બ્રાહ્મણ
  • છોટા ઉદેપુર, બારડોલી – એસટી (અનામત)
  • પંચમહાલ – જનરલ
  • દાહોદ, ભરૂચ, વલસાડ – આદિવાસી
  • સુરત – મૂળ સુરતી
  • અમદાવાદ પશ્ચિમ – એસસી (અનામત)
  • અમદાવાદ પૂર્વ – સવર્ણ
  • ગાંધીનગર – અમિત શાહ
  • નવસારી – સી આર પાટીલ
  • ગાંધીનગર – અમિત શાહ
  • નવસારી – સી આર પાટીલ

હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મહામંત્રી રત્નાકર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીના પ્રવાસે છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો