IMG 20210611 WA0030

GTU અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરાયું, સાથે સ્ટાર્ટઅપને આર્થિક સહાય..

અમદાવાદ,12 જૂનઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રને વેગ મળે તે માટે સતત કાર્યરત રહે છે. સ્ટાર્ટઅપ કર્તાને દરેક સ્તર પર મદદરૂપ થવા માટે જીટીયુ દ્વારા વિવિધ ઔદ્યોગીક એકમો અને સાથે પણ  એમઓયુ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જીટીયુ(GTU) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ  અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે.

Whatsapp Join Banner Guj

આ સંદર્ભે જીટીયુ(GTU)ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે  જણાવ્યું હતું કે, જીટીયુ અને જીવીએફએલ  વચ્ચે થયેલા આ એમઓયુથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે. જીટીયુ તરફથી કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીવીએફએલ તરફથી સંસ્થાના પ્રેસિડેન્ટ મિહિર જોશી દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ, સીઈઓ તુષાર પંચાલ ,  જીવીએફએલના મેનેજીંગ ડિરેક્ટર દુખબંધુ રથ અને રવિન્દર ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ એમઓયુથી ગ્રોથ સ્ટેજ પર પહોચેલા સ્ટાર્ટઅપને ઈક્વિટી બેઝ્ડ પર વિવિધ ઔદ્યોગીક એકમો દ્વારા મેન્ટરીંગથી લઈને તેની પ્રોડક્ટને પેટર્નમાં રૂપાંતરીત કરવા આ ઉપરાંત સ્ટાર્ટઅપના માર્કેટીંગ અને  જે-તે પ્રોડક્ટને ટ્રાયલ માટે થતાં ખર્ચ સંદર્ભે 50 લાખથી સ્ટાર્ટઅપની યોગ્યતાં અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને 4 થી 5 કરોડ સુધીનું પણ વેન્ચર ફંડિગ પૂરૂં પાડવામાં આવશે. જીટીયુ(GTU) જીઆઈસી દ્વારા અત્યાર સુધી 409 જેટલા સ્ટાર્ટઅપને 4.75 કરોડ જેટલી આર્થિક સહાય  ફાળવવામાં આવી છે.  

ઇન્ડિયન પેટન્ટ ઓફિસ(આઈપીઓ) ખાતે જીટીયુ(GTU)ના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ ,  ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે. જીટીયુ જીઆઈસી દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની મદદને કારણે અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 16.10 કરોડની આવક પણ કરી ચૂક્યા છે. જીટીયુ અને જીવીએફએલ વચ્ચે થયેલા આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી થશે.

આ પણ વાંચો…

નવા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલો માટે પરિવહન મંત્રાલયે જાહેર કર્યા નવા નિયમો(New rule), આ તારીખથી નવા આ રૂલ્સ પર થશે ડ્રાઇવિંગ ટેસ્ટ

ADVT Dental Titanium