df507ddc 4a0e 4d30 b4f4 ea406635016a

ગુજરાત એટીએસએ એક કીલોગ્રામના માદક પદાર્થ મેથામ્ફેટાઇમાન સાથે એક યુવકને ઝડ્યો, જેની આંતરરાષ્ટ્રિય કિંમત રૂ. 1 કરોડ

df507ddc 4a0e 4d30 b4f4 ea406635016a

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ એટીએસ ગુજરાતના પો.ઇન્સ એચ.કે.ભરવાડ નાઓને બાતમી હકીકત મળી હતી કે, મુંબઇનો સુલ્તાન શેખ નામનો માણસ પોતા કબજામાં કેટલોક ગેરકાયેદસર પાસ વગર પરમીટનો માદક પદાર્થ મેથામ્ફેટાઇનનો જથ્થો રાખી આજે મુંબઇથી અમદાવાદ આવી 4થી 6 વાગ્યા દરમિયાન શાહીબાગ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલ્વે ઓવર બ્રિજના પશ્ચિમ છેડે આવેલા સારથી એપાર્ટમેન્ટના દરવાજા પાસે આવેલ માતાજીના મંદિર પાસે આવશે. તે સાથે જ તેનો દેખાવ અને કપડા વિશે પણ વિગતે માહિતી આપી હતી. ત્યાર બાદ એ.ટી.એસના પો.ઇન્સ એચ.કે. ભરવાડ તથા ડી.બી.બસીયા નાઓની એક ટીમ રેડ પાડવા માટે તૈયાર થઇ.

Whatsapp Join Banner Guj

મુંબઇ દ્વારા મળેલી માહિતી મુજબ રેલ્વે ઓવર બ્રિજ પાસેના વિસ્તારમાં એક ઇસમ ત્યાં આવતા તેને રોકીને તેનું નામ પુછતા મો. સુલ્તાન મો. ફીરોઝ શેક જણાવ્યું. ન્યુ મસ્જિદ ગલી, પ્રેનગર જોગેશ્વરી-ઇસ્ટ, મુંબઇ હોવાનું જણાવ્યું તથા તેને ઝડપી લેતા બેગમાંથી બે ખાખી સેલોટેપથી વીંટાળેલા પડીકા મળી આવ્યા. તે ખોલવામાં આવ્યા ત્યારે મેથામેફેટામાઇન નામનો માદક પદાર્થ હોવાનુ સાબિત થયું, જેનો જથ્થો 1 કિલો હતો અને તેની આંતર રાષ્ટ્રિય બજાર કિંમત 1 કરોડ છે. આ યુવકને પકડીને ગુનો નોંધવામાં આવ્યો છે, સાથે આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

GEL ADVT Banner

આ પણ વાંચો….

ટ્રમ્પ બાદ કંગનાનું Twitter એકાઉન્ટ થયું સસ્પેન્ડઃ એક્ટ્રેસે કહ્યું: હું ડરી જવાની નથી, હું દેશ ભક્ત છું, અને તે મારી ડઝનબંધ ફિલ્મોમાં દેખાશે