2020 10image 09 25 584663568kangana ll

ટ્રમ્પ બાદ કંગનાનું Twitter એકાઉન્ટ થયું સસ્પેન્ડઃ એક્ટ્રેસે કહ્યું: હું ડરી જવાની નથી, હું દેશ ભક્ત છું, અને તે મારી ડઝનબંધ ફિલ્મોમાં દેખાશે

2020 10image 09 25 584663568kangana ll

બોલિવુડ ડેસ્ક, 20 જાન્યુઆરીઃ સતત વિવાદોના અને એ રીતે મિડિયાના કેન્દ્રમાં રહેતી બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતના ટ્વીટર એકાઉન્ટને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરાયો હોવાની જાણકારી મળી હતી. કંગના સતત ટ્વીટર પર વિવાદાસ્પદ અને વાંધાજનક સંદેશા મૂકતી હતી. તાજેતરમાં Twitter ટ્વીટરે એના એકાઉન્ટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી નાખ્યો હતો. એ પછી પણ કંગના શાંત બેઠી રહી નહોતી.

કંગનાએ ટ્વીટ કરી હતી કે મારા Twitter એકાઉન્ટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેથી કંઇ મારા વિચારો દબાઇ જવાના નથી કે હું કોઇથી ડરી જવાની નથી. હું દેશભક્ત છું અને મારો દેશપ્રેમ મારી ડઝનબંધ ફિલ્મોમાં દેખાશે. મારા અવાજને તમે કાયમી રીતે દબાવી દઇ શકો નહીં.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, બીએમસીએ એના કહેવાતા ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું ત્યારબાદ આ વિવાદ વકરી ગયો હતો. કેન્દ્ર સરકારે કંગનાને સિક્યોરિટી પૂરી પાડી હતી કારણ કે કેટલાક લોકોએ કંગના મુંબઇમાં પગ મૂકે તો એની હત્યા કરવાની ધમકી આપી હતી. એ સમયે એવી વાતો પણ વહેતી થઇ હતી કે કંગના ભાજપમાં જોડાઇ જવાની છે. પરંતુ એવું કશું બન્યું નહોતું.

GEL ADVT Banner

ઉલ્લેખનીય છે કે, બીએમસીએ એના કહેવાતા ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું ત્યારબાદ આ વિવાદ વકરી ગયો હતો. કેન્દ્ર સરકારે કંગનાને સિક્યોરિટી પૂરી પાડી હતી કારણ કે કેટલાક લોકોએ કંગના મુંબઇમાં પગ મૂકે તો એની હત્યા કરવાની ધમકી આપી હતી. એ સમયે એવી વાતો પણ વહેતી થઇ હતી કે કંગના ભાજપમાં જોડાઇ જવાની છે. પરંતુ એવું કશું બન્યું નહોતું. ત્યારબાદ કંગનાએ બોલિવૂડમાં પ્રવર્તી રહેલા ડ્રગના દૂષણની પણ વિવાદાસ્પદ વાતો કરી હતી. એ વારંવાર સોશ્યલ મિડિયા પર પોતાના વિચારો રજૂ કરતી રહી છે અને સોશ્યલ મિડિયા પર એના વિચારોએ વપરાશકારોમાં બે જૂથ સર્જી દીધા હતા. એક જૂથ કંગનાના ટેકેદારોનું અને બીજું કંગનાના વિરોધીઓનું હતું.

આ પણ વાંચો…

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ છોડતા પહેલા 19 મિનિટનું વિદાય ભાષણ આપ્યું, નવા રાષ્ટ્રપતિ બાઈડેનને આપી શુભેચ્છાઓ