InShot 20200506 165152866

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને ભારતના ખ્યાતનામ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો છે

img 20200404 wa00085906215580535133255

ગાંધીનગર, ૦૬ મે ૨૦૨૦

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના રોગ ગ્રસ્તોની વધુ સારી સારવાર થાય તેવા હેતુ થી
એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની સ્પેશિયલ વિઝી ટ કરીને મેડિકલ ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવા મોકલવા અનુરોધ કરતો પત્ર ભારત ના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર લખ્યો છે.


આ અન્વયે તેમણે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા શ્રી અમિતભાઇ શાહને વિનંતી કરી છે
◆આ પ્રખ્યાત તબીબો અમદાવાદમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા તબીબો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે
આ માર્ગદર્શન – સંવાદને પરિણામે સિવીલ અમદાવાદના તબીબો-મેડીકલ ટીમનું મનોબળ વધુ મજબૂત થતાં કોરોના સામેના જંગમાં વધુ સજ્જતાથી લડી શકાશે
મુખ્યમંત્રીશ્રીએ આજે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને સિવીલ કેમ્પસમાં કાર્યરત અમદાવાદમાં ૧ર૦૦ બેડની કોવિડ હોસ્પિટલની સારવાર સુવિધા વ્યવસ્થાઓ અંગે વિશદ ચર્ચા-વિચારણા કરી હતી.