Gujarat Corona update: કોરોનાથી રાહત પણ સંક્રમણ અટકાવા રસીકરણ યથાવત, છેલ્લા 24 કલાકમાં 455 કેસ, 6 મૃત્યુ

Gujarat Corona update: ગુજરાતમાં કુલ કેસની સંખ્યા વધીને 8 લાખ 20 હજાર 321 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 9997 થઈ ગયો છે.

અમદાવાદ, 14 જૂનઃ Gujarat Corona update: છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 455 નવા કેસ સામે આવ્યા છે, તો આ દરમિયાન 6 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ કેસની સંખ્યા વધીને 8 લાખ 20 હજાર 321 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 9997 થઈ ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 10249 છે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં અત્યાર સુધી 800075 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. ગુજરાત(Gujarat Corona update)માં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 10249 છે, જેમાં 253 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં 9997 લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 97.53 ટકાએ પહોંચી ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 96 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ જિલ્લામાં 55, વડોદરા જિલ્લામાં 72, રાજકોટ જિલ્લામાં 46, જુનાગઢ 34, નવસારી 17, ભરૂચ 11, કચ્છ 10, અમરેલી 9, પંચમહાલ 8, વલસાડ 8, મહેસાણા 7, બનાસકાંઠા 6, દ્વારકા 6, ખેડા, પોરબંદર અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા છે. તે દરમિયાન રાજ્યમાં સુરતમાં 1, અમદાવાદમાં 2, વડોદરામાં 1, પોરબંદર અને દ્વારકામાં એક-એક દર્દીના મોત થયા છે. 

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના(Gujarat Corona update) સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 64 હજાર 893 લોકોને કોરોના વેક્સિન મળી છે. જેમાંથી 2 કરોડ 30 લાખ 392 લોકોને પ્રથમ ડોઝ અને 2 લાખ 34 હજાર 501 લોકોને બીજો ડોઝ મળ્યો છે. 

આ પણ વાંચો…

મુખ્યમંત્રી કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની મુલાકાતે આવશે, CMએ ટ્વિટ કરીને આપી હતી જાણકારી- ગુજરાત આવીને કરશે આ ખાસ કામ

ADVT Dental Titanium
देश की आवाज़ की तमाम खबरों को फेसबुक पर पाने के लिए लाइक करें.