Gujarat corona update: ગુજરાતમાં 18 દિવસ બાદ 12 હજારથી ઓછા નોંધાયા કેસ, પણ હજી સાવધાન રહેવાની જરુર

ગાંધીનગર, 09 મેઃ Gujarat corona update: ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૯ના મૃત્યુ થયા છે. આ સાથે જ અમદાવાદમાં ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં(Gujarat corona update) વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ હવે વધીને ૭૭.૩૬% છે.

Gujarat corona update

Gujarat corona update: છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ૩૩૫૯-ગ્રામ્યમાં ૮૩ સાથે ૩૪૪૨ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨ લાખને પાર થઇ ગયો છે જ્યારે ૬૧,૯૫૬ એક્ટિવ કેસ છે. સુરત શહેરમાં ૮૮૯-ગ્રામ્યમાં ૨૭૩ સાથે ૧૧૬૨ જ્યારે વડોદરા શહેરમાં ૭૧૦-ગ્રામ્યમાં ૪૨૯ સાથે ૧૧૩૯ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે સુરતમાં ૧,૨૭,૬૧૩ અને વડોદરામાં ૫૮,૭૬૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૬૮૬ સાથે રાજકોટ, ૬૪૬ સાથે જામનગર, ૫૮૮ સાથે મહેસાણા, ૫૦૫ સાથે જુનાગઢ, ૩૭૯ સાથે ભાવનગર, ૨૮૪ સાથે ગાંધીનગર, ૨૮૦ સાથે બનાસકાંઠા, ૨૩૧ સાથે પંચમહાલ, ૨૨૩ સાથે ગીર સોમનાથ, ૧૮૯ સાથે કચ્છ, ૧૭૯ સાથે દાહોદ, ૧૭૬ સાથે આણંદ, ૧૭૫ સાથે મહીસાગર, ૧૭૧ સાથે અરવલ્લીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

Gujarat corona update

Gujarat corona update: છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૬, જામનગરમાંથી ૧૩, સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગરમાંથી ૧૨, જુનાગઢમાંથી ૧૦, કચ્છમાંથી ૫ એમ રાજ્યભરમાંથી કુલ ૧૧૯ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૩૦૮૯, સુરતમાં ૧૭૧૦, વડોદરામાં ૬૧૬, રાજકોટમાં ૫૮૧, જામનગરમાં ૩૨૮, ગાંધીનગરમાં ૧૬૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૬૪૬૬, સુરતમાંથી ૨૨૬૧, વડોદરામાંથી ૭૮૨, જામનગરમાંથી ૭૫૯, ભાવનગરમાંથી ૬૩૩, રાજકોટમાંથી ૫૨૪ એમ રાજ્યભરમાંથી ૧૪૭૩૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

આ પણ વાંચો….

Mother’s Day 2021: જાણો, કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે ?