mothers day 03

Mother’s Day 2021: જાણો, કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે ?

જાણવા જેવું, 09 મેઃ Mother’s Day 2021: દુનિયાભરમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ વર્ષ આ ખાસ દિવસ 09મી મેના રોજ મનાવવામમાં આવી રહ્યો છે. આ દિવસે લોકો પોતાની માને પ્રેમ, ત્યાગ અને મમતા માટે તેમનો આભાર માને છે. આ તહેવાર ભારત સહિત દુનિયાના કેટલાય દેશમામં મનાવવામમાં આવે છે. મધર્સ ડે(Mother’s Day 2021) લોકોને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો આપે છે.

મધર્સ ડે(Mother’s Day 2021)ના લઇને ઘણી માન્યતાઓ છે , કેટલાક લોકોનું માનવુ છે કે મધર્ડ ડેના આ ખાસ દિવસની શરૂઆત અમેરિકામાં થઇ હતી. વર્જિનિયામાં એના જાર્વિસ નામની મહિલાએ મધર્સ ડેની શરૂઆત કરી. કહેવાય છે કે, એના પોતાની માંને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેનાથી ખૂબ જ પ્રેરિત હતી. તેણે ક્યારેય લગ્ન ના કર્યા અને માંના નિધન પછી તેણે પોતાની માં માટે સન્માન દેખાડવા માટે આ ખાસ દિવસ(Mother’s Day 2021)ની શરૂઆત કરી. ઇસાઇ સમાજના લોકો આ દિવસને વર્જિન મેરીના દિવસે ઉજવે છે. યૂરોપ અને બ્રિટેનમાં મધરિંગ સન્ડે પણ ઉજવવામાં આવે છે.

Mother's Day 2021

આ સાથે જોડાયેલી વધુ વાર્તા અનુસાર, મધર્સ ડે(Mother’s Day 2021)ની શરૂઆત ગ્રીસથી થઇ. ગ્રીસના લોકો પોતાની માંનું બહુ સન્માન કરે છે, આ માટે તેઓ તે દિવસની પૂજા કરે છે. માન્યતાઓ અનુસાર, સ્યબેસે ગ્રીક દેવતાઓની માતા હતી અને મધર્સ ડે પર લોકો તેમની પૂજા કરતા હતા. 

9 મે 1914માં અમેરિકન પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સનને એક કાયદો પસાર કર્યો.આ કાયદામાં લખવામાં આવ્યુ કે , મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે(Mother’s Day 2021) ઉજવાશે. જે પછી ભારત સહિત અન્ય દેશોમાં આ ખાસ દિવસને મે ના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. તો આ મધર્સ ડેના ખાસ દિવસ પર પોતાની માતા સાથે સમય પસાર કરી તેમને ખુશ કરી દો. 

Mother's Day 2021

આ પણ વાંચો….

mothers day special: મધર્સ ડે ના રોજ બે માતાઓની કોરોના મોરચે વાંચો આ સંઘર્ષ ગાથા