north indian wedding traditions 4011 800x426 1 edited e1623321053198

ગુજરાત સરકારની મોટી જાહેરાતઃ વિવાહ કરનારા લોકો માટે ખુશ ખબર, હવે લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત

north indian wedding traditions 4011 800x426 1 edited

નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી રૂપાણની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે સરકારે લીધેલા મહત્વના નિર્ણયો અંગે જાહેરાત કરી હતી. બીજી તરફ સીએમ રૂપાણીએ સૌથી મોટી જાહેરાત કરી હતી જેમાં તેમણે લગ્નપ્રસંગના મહેમાનોને આંમત્રિત કરવા અંગે જાહેરાત આપી છે, અને વધુ છુટછાટ આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે જો કોઈ પણ વ્યક્તિઓ ખુલ્લા મેદાનમાં લગ્નપ્રસંગ સહિત કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે તો કોઈ પણ પ્રકારની લિમિટ રાખવામાં આવી નથી. પ્રસંગ યોજનાર ગમેતેટલા વ્યક્તિઓને આંમત્રિત કરી શકે છે. પરંતુ માસ્ક રહેવું ફરજીયાત છે. તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ખુલ્લા કે જાહેર મોટા મેદાનમાં સંખ્યાની મર્યાદાની ગાઈડલાઈન રહેશે નહી.

Whatsapp Join Banner Guj

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારે લીધેલા નિર્ણયો જણાવ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણીની સાથે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા,ડીજીપી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, તેમજ એસીબીના વડા કેશવકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

GEL ADVT Banner

મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યમાં ગુનાખોરીને નાથવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે. સીએમે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં માથાભારે તત્વોના કારણે વિકાસ અટકી ગયો હતો પરંતુ ભાજપ સરકારે ભૂમાફિયાઓ અને ગુંડાઓને નાથવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ ગુજસીટોક જેવા કાયદાઓ બનાવ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષ 1995થી ચાલતા આર આર સેલને બંધ કરવાની પણ જાહેરાત કરતા તેમણે કહ્યું કે જિલ્લા એસપીની સત્તાને વધુ મજબૂત બનાવવા માટે નિર્ણય કરાયો છે. જરૂર પ્રમાણે વધુ સ્ટાફની પણ ફાળવણી કરાશે તેમ સીએમે જણાવ્યું હતુ.

આ પણ વાંચો…

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત્ઃ 451 નવા કેસની સામે 700 દર્દી સાજા થયા તથા 2 વ્યક્તિના મૃત્યુ થયા