Heavy rain forecast in gujarat

Gujarat Rain Alert: ગુજરાત માટે આગામી 24 કલાક બહુ ભારે! આ વિસ્તારોમાં રેડ અલર્ટ જારી…

Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી

અમદાવાદ, 01 જુલાઈઃ Gujarat Rain Alert: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે નાગરિકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨૭ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ એટલે કે ૩૯૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાત માટે આગામી 24 કલાક બહુ ભારે રહેશે. જાણો શું કરાઈ છે આગાહી…. 

સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જૂનાગઢ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી વરસાદની આગાહી કરાઈ છે. 

અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહેશે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 3 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 

આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલીમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. રેડ એલર્ટના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો…. Neeraj Chopra Win Gold Medal: નીરજ ચોપરાએ ફરી ગોલ્ડ પર કબજો જમાવ્યો, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો