Rain

Gujarat Rain Alert: ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આ વિસ્તારોમાં આજે થશે વરસાદ…

Gujarat Rain Alert: આગામી પાંચ દિવસ સવર્ત્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

અમદાવાદ, 17 જુલાઈઃ Gujarat Rain Alert: ગુજરાત પર ત્રણ જેટલી સિસ્ટમની અસર થવાથી રાજ્યભરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડભોઈમાં અઢી ઈંચ, લીમખેડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ અને સંખેડામાં પણ અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ધોલેરામાં સવા 2 ઈંચ, જાંબુઘોડામાં સવા 2 ઈંચ, કઠલાલમાં પોણા 2 ઈંચ, ગરબાડામાં પોણા 2 ઈંચ, વાગરામાં પોણા 2 ઈંચ, બોડેલીમાં પોણા 2 ઈંચ, માતરમાં પોણા 2 ઈંચ, જેતપુર પાવીમાં પોણા 2 ઈંચ, રાણપુરમાં 1.5 ઈંચ, નડિયાદમાં 1.5 ઈંચ, મોરવા હડફમાં 1.5 ઈંચ, છોટા ઉદેપુરમાં 1.5 ઈંચ, ક્વાંટમાં સવા ઈંચ, ઘોઘંબામાં સવા ઈંચ, કપરાડામાં સવા ઈંચ, સોજીત્રામાં સવા ઈંચ, ધાનપુરમાં સવા ઈંચ, ઉમરગામમાં સવા ઈંચ, ધંધુકામાં સવા ઈંચ, લુણાવાડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે

રાજ્યના આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી..

આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દ્વારકા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે.

આ પણ વાંચો… Financial transaction: ભાવનગરના ઘાંઘળી ગામમાં ઈ-ગ્રામ સેવા અંતર્ગત ગત દોઢ વર્ષમાં કરોડોના નાણાકીય ટ્રાન્ઝેક્શન થયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો