Vande Bharat Express Train Fire: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, જાણો શું હતું કારણ…

Vande Bharat Express Train Fire: કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના કોચ સી 14માં બેટરીમાં આગ લાગી હતી

નવી દિલ્હી, 17 જુલાઈઃ Vande Bharat Express Train Fire: ભોપાલ થી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના કોચ સી 14માં બેટરીમાં આગ લાગી હતી. કહેવાય છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 વાગ્યે રવાના થઈ. આ ઘટના તાજેતરમાં બીના સ્ટેશન પર બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરના જણાવ્યા અનુસાર બેટરીને કારણે આગ લાગી હતી.

આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર C-14 કોચમાં બેટરી પાસે ધુમાડો નીકળતો હતો. આ પછી બેટરી બોક્સમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. ટ્રેનને બીના રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતર્યા હતા.

ઘણા મહાનુભાવો કરી રહ્યા હતા મુસાફરી

આગની માહિતી મળતા જ મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ કોચમાં કુલ 36 મુસાફરો હતા જેઓ સવારે 7 વાગે કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનમાંથી ઉતર્યા હતા. કમ્પાર્ટમેન્ટમાં બેટરીમાં આગ લાગવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ભારતીય રેલ્વેએ એમ પણ કહ્યું કે કુરવાઈ કેથોરા સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ કોચના બેટરી બોક્સમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વંદે ભારત ટ્રેનમાં કોંગ્રેસ નેતા અજય સિંહ, IAS અવિનાશ લાવણ્યા સહિત ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વંદે ભારત ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. આ ટ્રેન મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. જે મધ્ય પ્રદેશના રાણી કમલાપતિ સ્ટેશન અને દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલે છે.

આ પણ વાંચો… Gujarat Rain Alert: ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આ વિસ્તારોમાં આજે થશે વરસાદ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો