વધતા કોરોનાના કેસના લીધે સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ સમગ્ર ગુજરાતની ધો 1 થી 9 ની શાળાઓ(Gujarat Schools Closed) અગામી આદેશ સુધી રહેશે બંધ

Gujarat Schools Closed

ગાંધીનગર, 03 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં (Gujarat Schools Closed) સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ (Stop Teaching Work) રાખવામાં આવશે.

ADVT Dental Titanium

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ(Gujarat Schools Closed)ને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય ઓફ લાઇન એજ્યુકેશન માટે છે, ઓન લાઇન શિક્ષણ રાબેતા મુજબ રહેશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

ઐયર ભાઇને આ રીતે મળ્યો બબીતા(iyer babita)ના પતિનો રોલ? વાંચો આ રસપ્રદ કહાની