2019 7image 15 54 458564610e ll

વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat VidhanSabha satra

ગાંધીનગર,22 માર્ચ:  રાજ્યમાં કોરોના કેસ દિવસને દિવસે વધતા જાય છે. જેના કારણે તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે. આજે વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)નો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે નાયબ મુખ્યમંત્રી આક્રમક અંદાજમાં આવ્યા હતા. (Gujarat VidhanSabha satra) કોંગ્રેસી જેટલા સભ્યો આવ્યા તે તમામ પર તેમણે આક્રમકણ રીતે શાબ્દિક આક્રમણ કર્યું હતું. તેમણે કાલે આદિવાસી શબ્દ મુદ્દે વાંધો ઉઠાવવા અંગે જણાવ્યું કે, આ એક નિર્દોષ રીતે બોલાયેલો શબ્દ જ હતો. જો કે વિપક્ષ પાસે કોઇ જ મુદ્દા નથી તેથી આવા મુદ્દાઓને વિવાદિત બનાવતા રહે છે. જો કોઇની લાગણી આનાથી દુભાઇ હોય તો હું તે બદલ દિલગીર છું અને હું હૃદયથી માફી માંગુ છું. 

ADVT Dental Titanium

વધુમાં કહ્યું કે, કહ્યું કે, પંચાયત વિસ્તારના મુખ્ય જિલ્લાને જોડતા 5 વર્ષ થઈ ગયા હશે તેવા રસ્તાઓને રિકાર્પેટ કરવાની મંજૂરી આપવામાં આવશે. આદિવાસી શબ્દ નિર્દોષતા થી બોલ્યો છું, છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગૃહમાં જાહેરાત અમદાવાદ, દહેગામ અને ધનસુરા નો રસ્તો છે ચાર માર્ગીય કરવામાં આવશે, 190 કરોડના ખર્ચે 10 હજાર થી વધુ વસ્તુ વસ્તી વાળા ગામોમાં રસ્તા 5.5 મીટર પોહોળો થશે. PDPU જંકશન પર ફલાય ઓવર બનશે. નર્મદા પુલ પર ફોર લેન કરવાની અને રસ્તા ફોર લેન કરવાનો જાહેરાત કરવામાં આવી હતી. 26 ચૂંટાયેલા સાંસદો પોતાના મત વિસ્તાર દીઠ 2 કરોડના જોબ નંબર આપવાની જાહેરાત કરું છું. શિક્ષણ સમિતિ માટે વધુ 22 કરોડની ફાળવણી કરી હતી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ટ્રસ્ટની હોસ્પિટલને એક પણ રૂપિયાની સહાય મળતી ન હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને મદદ કરવાનો નિર્ણય કર્યો. ગુજરાત સરકાર દર વર્ષે આવી 26 ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપશે. નર્મદા પુલ પર ફોર લેન કરવાની અને રસ્તા ફોર લેન કરવાનો જાહેરાત. 

Whatsapp Join Banner Guj

જ્યારે આ પ્રકારની જાહેરત ચાલી રહી ત્યારે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી અને નીતિન પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, કોઇ એમ કહેતું હોય કે સુજલામ સુફલામ યોજનાનો કોઇ જ ફાયદો નથી થયો તો તે લોટ ફાંકે છે. પોતાનાં રાજકીય રોટલા શેકવાનાં હોય પરંતુ હળાહળ અસત્યની મદદથી નહી. જો  તે વ્યક્તિ સાબિત કરી આપે કે આ યોજનાનો કોઇ જ ફાયદો નથી થયો તો હું અત્યારે જ મારા ધારાસભ્યપદ પરથી રાજીનામું આપવા માટે તૈયાર છું. જો કે અધ્યક્ષે ઉગ્ર શાબ્દિક ટપાટપીને હળવી કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, તમે ભલે રાજીનામું આપો પરંતુ હું નહી સ્વિકારી. સારા રાજકીય વ્યક્તિઓની રાષ્ટ્ર અને રાજ્ય બંન્નેને જરૂર છે. 

આ પણ વાંચો….

વજન ઉતારવા(weight loss tips) માટે નાળિયેર પાણી સારુ ઓપ્શન: જાણો, નાળિયેર પાણીના ફાયદા