Gujarat Vidhyapith

Gujarat vidyapith new rule: ગુજરાત વિદ્યાપીઠમાં વધશે વિદ્યાર્થીઓની સંખ્યા, બદલાયો વર્ષો જૂનો આ નિયમ

Gujarat vidyapith new rule: ગુજરાત વિદ્યાપીઠે 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ કર્યો છે

અમદાવાદ, 28 માર્ચ: Gujarat vidyapith new rule: ગુજરાત વિદ્યાપીઠ એ દેશભરમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા છે. વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે વિવિધ કોર્સમાં વધારો થાય તેવી શક્યતા છે. કેમ કે, વર્ષો જૂનો વિદ્યાપીઠનો નિયમ બદલાયો છે. ગૂજરાત વિદ્યાપીઠની અંદર હોસ્ટેલમાં રહેવું ફરજીયાત હતું ત્યારે વિદ્યાર્થીઓ કે જેઓ અમદાવાદના હતા તેમના માટે આ મુશ્કેલ હતું ત્યારે હવે સ્વૈચ્છીક રીતે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી શકે છે. 

ગુજરાત વિદ્યાપીઠ બોર્ડની બેઠક આજે રાજભવનમાં રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં વિદ્યાપીઠના વિવિધ વિકાસ કામો અને ભાવિ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃતિઓ અને પ્રવૃતિઓને વધુ સુનિયોજિત અને અસરકારક બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 

રાજ્યપાલની અધ્યક્ષતામાં 14 જેટલા ટ્રસ્ટી મંડળની બેઠકમાં ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠના સંચાલન અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા રહે, મૂંઝવણ કે શંકાને સ્થાન ન રહે અને મહાત્મા ગાંધીજીના મૂલ્યો અને આદર્શોનું ચુસ્તપણે પાલન થાય તે રીતે કામ કરવા સૂચના આપી હતી.

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં ગાંધીજીની દીર્ઘદ્રષ્ટિ મુજબ ગૂજરાત વિદ્યાપીઠ સંકુલ વાઇબ્રન્ટ બને અને અહીં રહેતા કરતા લોકો ઉર્જાવાન બને, આ માટે ઝડપી સામૂહિક પ્રયાસો કરવાના હેસુતર સૂચના આપવામાં આવી હતી. 

ગુજરાત વિદ્યાપીઠે 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ કર્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી તમામ ઉચ્ચ શિક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોસ્ટેલનો નિયમ હતો. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્ય દરમિયાન હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હતું. પરંતુ હવેથી અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવું સ્વૈચ્છિક રહેશે નહીં.

આ પણ વાંચો: Rahul Gandhi New address: બંગલો ખાલી કરવાની નોટિસ પર રાહુલ ગાંધીએ આપ્યો જવાબ, જાણો શું હશે નવું સરનામું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો