Winter

Gujarat weather update: ફેબ્રુઆરીમાં મૌસમના લીધે સાવચેતી રાખવા મૌસમ વિભાગની સલાહ…

Gujarat weather update: ફેબ્રુઆરીમાં ઠંડીમાં થશે વધઘટ, લોકોને થશે ડબલ ઋુતુનો અનુભવ- હવામાન

ગાંધીનગર, 03 ફેબ્રુઆરી: Gujarat weather update: આ વખતે ઠંડીના કારણે લોકો રીતસરના જાન્યુઆરી મહિનામાં ધ્રુજ્યા છે. ત્યારે ઠંડીને લઈને હવામાને આગાહી કરી એ મુજબ ફેબ્રુઆરી મહિનામાં ઠંડીની તીવ્રતા ઓછી થશે. તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રાજ્યમાં નજીકના ભવિષ્યમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડીનું મોજું જોવા મળશે. ત્યાર બાદ તાપમાનમાં વધારો થશે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ઠંડીમાં આંસિક રાહત આગામી સમયમાં અનુભવાશે. આજની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 13 અને અમદાવાદમાં 14 ડીગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું. લઘુત્તમ તાપમાન 2થી 3 ડીગ્રી સુધી ઘટ્યું છે. આગામી સમયમાં ભેજવાળું વાતાવરણ રહેશે, જો કે 6.7 ડીગ્રી સાથે નલીયા ઠંડુગાર રહ્યું હતું. 

જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો સામનો કર્યા બાદ હવે હવામાન વિભાગે આગાહી કરી છે અને ફેબ્રુઆરીમાં હવામાન વિભાગ અનુસાર જાન્યુઆરીની સરખામણીએ તાપમાનનો પારો વધશે ઠંગી ગરમીનો અહેસાસ પણ  લોકો કરશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય.

જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. અમદાવાદ સહીતના શહેરોમાં 10 ડીગ્રીથી નીચે તાપમાન તો નલિયામાં આ વખતે 2 ડીગ્રી આસપાસ તાપમાનનો પારો જોવા મળ્યો છે. ત્યારે ફેબ્રુઆરીમાં હવામાન વિભાગે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: The kapil sharma show: કૃષ્ણા અભિષેક બાદ આ ફેમસ કોમેડિયને છોડી ‘ધ કપિલ શર્મા શો’, ફેન્સને લાગ્યો મોટો ઝાટકો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો