aastha acharya

ગર્વની વાતઃ કરાટે જુનિયર સરદાર પટેલ એવોર્ડ જીતનારી પ્રથમ ગુજરાતી દીકરી(Gujarati Girl) આસ્થા

Gujarati Girl

હિંમતનગર, 12 ફેબ્રુઆરીઃ ગુજરાતીઓ સામાન્ય રીતે રમત-ગમત પ્રત્યે બીજા રાજ્યો જેટલા આગળ પડતા નથી. ત્યારે આવા ગુજરાતીઓમાં અપવાદરૂપ બની છે હિમતનગરની આસ્થા આચાર્ય કરાટેની રમતમાં જુનિયર સરદાર પટેલ એવોર્ડ મેળવનારી ગુજરાત(Gujarati Girl)ની પ્રથમ યુવતી બની છે.

હિમતનગરની આસ્થા આચાર્યની કરાટેમાં ઉંચી ઉડાન મેળવી છે. આઝાદી બાદ કરાટેમાં જુનિયર સરદાર પટેલ એવોર્ડ મેળવનારી પ્રથમ યુવતી બની. આસ્થા આચાર્યએ કરાટેમાં 200 થી વધુ એવોર્ડ મેળવ્યા છે. નાનપણથી કરાટેની તાલીમમાં જોડાયા બાદ આસ્થાએ કદી પાછુ વાળીને જોયું જ નથી. તેની આ તપશ્ચર્યાના કારણે હવે તેણે કરાટેની રમતમાં જુનિયર સરદાર પટેલ એવોર્ડ મેળવનારી પ્રથમ ગુજરાતી યુવતી(Gujarati Girl) બની છે.

Whatsapp Join Banner Guj

આસ્થા છેલ્લા ૫ વર્ષથી સ્કુલ ગેમમાં અલાગ અલગ મેડલ જીતી રહી છે,.. તો ખેલ મહાકુંભમાં પણ ચાર વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી રહી છે અને નેશનલ ફેડરેશનમાં પણ છેલ્લા ૩ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી રહી છે..અને તેની આ મહેનતની કદર રૂપે જ ગુજરાત સરકાર દ્વારા આસ્થાનું જુનીયર સરદાર પટેલ એવોર્ડથી સન્માન કરાયું.

સામાન્ય રીતે  યુવતીઓ ટેકવેન્ડો અને કરાટેમાં સ્વ રક્ષણ માટે જોડાતી હોય છે. જો કે આસ્થાએ સ્વ રક્ષણ તો ખરું પણ હિમતનગરને દેશના ખૂણે ખૂણે ગાજતું કરવા આ રમત પસંદ કરી છે અને એના માટેના એક પછી એક શિખરો તે સર કરી રહી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન(Corona vaccine)નો પહેલો ડોઝ અપાયો, બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે!