Rahul Gandhi image

રાહુલ ગાંધીએ જાહેર કર્યો શ્વેત પત્ર(White Paper), સરકાર વિશે કહ્યું-વૈજ્ઞાનિકોએ બીજી લહેરની આગાહી બાદ પણ સરકારે કોઇ પગલા ના લીધા- જુઓ વીડિયો

નવી દિલ્હી, 22 જૂનઃ White Paper : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોનામુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા કોરોના પર રજૂ કરેલા શ્વેતપત્ર(White Paper)ને જાહેર કર્યો હતો.

રાહુલ ગાંધીએ(White Paper) કહ્યું હતું કે વૈજ્ઞાનિકોએ કોરોનાની બીજી લહેર વિશે ચેતવણી આપી હતી, પરંતુ સરકારે કોઈ પગલું ભર્યું નથી. આખો દેશ જાણે છે કે ત્રીજી લહેર પણ આવનારી છે, પણ આપણે ફરી એ જ ભૂલ કરી રહ્યા છીએ. બેડ્સ, ઓક્સિજન અને અન્ય વસ્તુઓની તૈયારી જે બીજી લહેરમાં થઈ શકી ન હતી, એ ત્રીજી લહેર આવે એ પહેલાં એની વ્યવસ્થા કરવી જોઈએ.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાનો વાયરસ સતત મ્યૂટેડ થઈ રહ્યો છે. નિષ્ણાતોએ પહેલાં જ બીજી લહેરની ચેતવણી આપી હતી, એમ છતાં પણ સરકારે કોઈ પગલાં ન ભર્યાં. એટલા માટે અમે આ શ્વેતપત્ર(White Paper)માં સંપૂર્ણ માહિતી સાથે એ ભૂલો બાબતે જણાવવામાં છે અને ત્રીજી લહેર સામે લડવા માટેનાં સૂચનો પણ આપ્યાં છે. જૂની ભૂલોને સુધારીને ત્રીજી લહેર સામે લડી શકાય છે.

આ પણ વાંચોઃ Gujcat exam 2021: ગુજકેટની પરીક્ષાની તારીખ થઇ જાહેર, આ તારીખથી ઓનલાઇન ફોર્મ ભરાશે- વાંચો અગત્યની માહિતી