Gulabnagar khadmuhurt: ગુલાબ નગર ખાતે રૂપિયા ૧.૮૬ કરોડના ખર્ચે ૩૭ લાખ લીટરની ક્ષમતાના સમ્પ તથા અન્ય આનુસંગિક કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ પૂનમબેન માડમ

Gulabnagar khadmuhurt: આ પ્રકલ્પ થકી ગુલાબનગર, હાપા, નવાગામ ઘેડ સહિતના વિસ્તારની બે લાખથી વધુની વસતીને જળ સુવિધામાં ફાયદો થશે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૯ ઓગસ્ટ:
Gulabnagar khadmuhurt: ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત ગુલાબ નગર ઇ.એસ.આર ખાતે હયાત ૨૭ લાખ લીટરની ક્ષમતાના ડેમેજ સમ્પના સ્થાને નવા ૩૭ લાખ લીટરની ક્ષમતાવાળા સમ્પ, પંપ હાઉસ પેનલ રૂમ, ક્લોરીનેશન રૂમ સહિતના આનૂસંગિક કામોનું સાંસદ પૂનમબેન માડમે ખાતમુહૂર્ત કર્યું હતું. જે કામ આગામી ૧ વર્ષની સમય મર્યાદામાં રૂપિયા ૧.૮૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવનાર છે.

આ નવીન પ્રકલ્પ થકી જામનગર શહેરની ગુલાબ નગર, હાપા તથા નવાગામ ઘેડ વિસ્તારની આશરે બે લાખથી વધુની વસતિ ને જળ સુવિધાનો લાભ મળશે.

આ પણ વાંચો…World Tribal Day: આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકા મથકે જાગૃતિબેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી

આ નવીન સમ્પ બનવાથી વોટર લિકેજીસનો પ્રશ્ન હલ થશે, જળ સંગ્રહમાં દસ લાખ લીટરની ક્ષમતાનો વધારો થશે જેથી પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે, ઝીરો લેવલ સુધી પાણી પંપિંગ થવાના કારણે મશીનરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે, ક્લોરીનેશનના સુદ્રઢ માળખાના કારણે ક્લોરિનની માત્રા સુનિશ્ચિત થઇ શકશે જેના કારણે પાણીજન્ય રોગો અટકશે અને લોકોના આરોગ્યમાં સુધારો થશે.

Gulabnagar khadmuhurt, poonam madam

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી સર્વ મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગર, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, આસી.કમીશનર જીજ્ઞેશભાઇ નિર્મળ, સી.ટી. એન્જિનીયર એસ.એસ.જોષી, પી.સી.બોખાણી, મુકેશભાઈ વરણવા, ભાવેશભાઈ જાની સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj