World Tribal Day

World Tribal Day: આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકા મથકે જાગૃતિબેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી

World Tribal Day: વિશ્વ આદિવાસી દિવસ ને લઈ દાંતા તાલુકા ના આદિવાસી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 11 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૯ ઓગસ્ટ:
World Tribal Day: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે 5 વર્ષ આપણી સરકારના સૌના સાથ થી સૌ ના વિકાસના હેઠળ છેલ્લા 9 દિવસ થી રાજ્યભર માં વિકાસ નો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જે આજે 9 મી ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાથે પૂર્ણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…Shilpa and her mother: શિલ્પાની મુશ્કેલીમાં થયો વધારો, પતિ બાદ અભિનેત્રી અને તેની માતા પર લાગ્યા આ આરોપ- વાંચો શું છે મામલો?

આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકા મથકે પણ રાજ્ય બાળ અધિકાર સરક્ષણ અયોગ ના ચેરમેન જાગૃતિબેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે (World Tribal Day) આદિવાસી દિવસ ને લઈ આદિવાસી લોકો માં પણ ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો અને ઢોલ ના તાલે નાજગાન કરતા જોવા મળ્યા હતા જયારે આજે વિશ્વ આદિવાસી દિવસ ને લઈ દાંતા તાલુકા ના આદિવાસી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 11 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા

World Tribal Day, Jagruti ben pandya

જયારે સરકાર ની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો સહીતના ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા ને સ્વ રોજગારી માટે સિલાઈ મશીન જેવા સાધનો અને ફળાઉ રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વનવિભાગ ના સહયોગ થી ઉપસ્થતિ મહાનુભાવો ના હસ્તે આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જોકે આજે વિવિધ યોજના ના લાભાર્થીઓ માં પણ ખુશી જોવા મળી હતી.

Whatsapp Join Banner Guj