Gyasuddin shaikh

Gyasuddin shaikh filed candidature from congress: હિન્દુ-મુસ્લિમ સાથ ચલેગા, કોમી એકતા કા રાજ ચલેગા: ગ્યાસુદ્દીન શેખ

  • ગ્યાસુદ્દીનની મહેનત ગરીબોને ફળી, આયુષ્માન ભારત જેવી સુવિધાઓનો મળ્યો લાભ
  • મહામારીમાં પોતાના જીવની પરવા કર્યા વિના જનતાની પડખે અડીખમ રહ્યા ધારસભ્ય ‘ગ્યાસુદ્દીન શેખ’

Gyasuddin shaikh filed candidature from congress: નફરત છોડો, ભારત જોડોના નારા સાથે ગ્યાસુદ્દીન શેખે દરિયાપુરમાંથી ઉમેદવારી પત્ર ભર્યું

અમદાવાદ, 15 નવેમ્બર: Gyasuddin shaikh filed candidature from congress: કોમી એકતાના પ્રબળ સમર્થક અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીને આજે ઔડા ઓફિસ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. સાયકલ પર બેસીને ઉમેદવારી પત્ર ભરવા આવેલા શેખ સાથે હજારો લોકો જોડાયેલા હતા.

ગ્યાસુદ્દીન શેખ આ બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે. વિધાનસભા સત્ર દરમિયાન તેમણે રોગોથી પીડિત ગરીબોની સ્થિતિ રજૂ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગરીબોની મફત તબીબી સારવાર માટે મા વાત્સલ્ય કાર્ડ બહાર પાડ્યું હતું.

ગ્યાસુદ્દીનની મહેનત ગરીબોને ફળી, આયુષ્માન ભારત જેવી સુવિધાઓનો મળ્યો લાભ

ગરીબોની સેવામાં હંમેશા તત્પર રહેતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના કારણે આયુષ્માન કાર્ડ અમલી બન્યુ હતું. સરકાર સમક્ષ સતત તેમની રજૂઆત ને પગલે સરકાર દ્વારા આ યોજના અમલી કરવામાં આવી હતી. ભાજપનો ગઢ ગણાતો દરિયાપુર વિસ્તારમાં છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ જીતતા આવ્યા છે.

ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને તેઓ મુસ્લિમ ઉપરાંત હિંદુ મતદાતાઓ વચ્ચે પણ સારી એવી પકડ ધરાવે છે. સારી ઇમેજના કારણે મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા દિગ્ગજ નેતા ભરત બારોટને પરાજીત કરવામાં સફળ રહ્યા હતા. આજે પણ દરિયાપુર વિસ્તારમાં ગ્યાસુદ્દીન નું કામ બોલે છે.

મહામારીમાં પોતાના જીવની પરવા કર્યા વિના જનતાની પડખે અડીખમ રહ્યા ધારસભ્ય ‘ગ્યાસુદ્દીન શેખ’

એ મહામારી જેને આખા વિશ્વને ભરડામાં લીધી, શ્મશાનોમાં મૃતદેહોની જવારાઓ સતત ભભૂકી રહી હતી, કાળજાને ચીરતો એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ ચારેતરફ ગુંજતો હતો, શ્વાસ રુંધાય ટપોટપ લોકોના મોત થતાં હતા. એ મહામારી એટલે કોરોના વાયરસ..આજે પણ એ ઘડી યાદ આવતા સૌ કોઈની આંખો ભરાઈ આવે છે, એ ભયાનક ડરનો માહોલ ફરી આંખ સામે તરી આવે છે.

ત્યારે આ મહામારી ડોક્ટર, પોલીસ સહિત અનેક લોકોએ કોરોના વોરિયર્સ બની દર્દીઓની પડખે રહી ઘણું યોગદાન આપ્યું હતું. ત્યારે આ મહામારીમાં અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પણ અસલી નાયક બની પોતાના મતિસ્તરમાં જનતાની સેવા કરી હતી. તેમની આ અનોખી સેવાને જોઈ ખુદ રાહુલ ગાંધીએ કોરોના વોરિયર્સ તરીકે નવાજ્યા હતા.

આ પણ વાંચો: Murder of woman in azamgarh: શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો મામલો, આ રાજ્યમાં યુવતીના મૃતદેહના ટુકડે-ટુકડા મળ્યા

Gujarati banner 01