Reshma patel

Reshma patel joins aap: NCP ના પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ રેશ્મા પટેલ ‘આપ’ માં જોડાયા

  • મને વિશ્વાસ છે કે રેશ્મા પટેલના વ્યક્તિત્વથી આમ આદમી પાર્ટીને ઘણો ફાયદો થશેઃ રાઘવ ચઢ્ઢા
  • રેશ્મા પટેલના જોડાવાથી આમ આદમી પાર્ટીનું ગુજરાતનું સંગઠન યુનિટ ખૂબ જ મજબૂત બનશેઃ રાઘવ ચઢ્ઢા

Reshma patel joins aap: રેશ્મા પટેલ ગુજરાતના પાટીદાર આંદોલનનો એક ચહેરો રહી ચૂક્યા છે: રાઘવ ચઢ્ઢા

અમદાવાદ, 15 નવેમ્બર: Reshma patel joins aap: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે એક ઘણી મોટી પ્રતિભા આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહી છે. રેશ્મા પટેલ NCP માં પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ રહી ચૂક્યા છે. રેશ્મા પટેલ, ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું એ સમિતિનો એક અગ્રણી ચહેરો હતા.

રેશ્મા પટેલે ગુજરાતમાં ખૂબ લાંબા સમયથી સામાજિક કાર્યો કર્યા છે, લોકો સાથે જોડાઈને જમીની સ્તરનાં સામાજિક કાર્યો કર્યા છે. લોકો સાથે જોડાયેલા નેતા રેશ્મા પટેલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે જોડાવા જઈ રહ્યા છે. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતમાં જે રીતે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે અને તે તમામ મહિલાઓ જે તેમના દાયકાઓના સામાજિક કાર્યો અને રાજનીતિક કાર્યો કરવાના અનુભવ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ગુજરાતના વિકાસ માટે અને ગુજરાતને પાયાની સુવિધાઓ આપીને એક સુખી ગુજરાત બનાવવા માટે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છીએ. હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તરફથી અને સમગ્ર પાર્ટી તરફથી રેશ્મા પટેલનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું.

આમ આદમી પાર્ટીના પરિવારનો ભાગ બનવા બદલ હું રેશ્મા પટેલને ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ છે કે પટેલ જેવા વ્યક્તિત્વથી આમ આદમી પાર્ટીને ઘણો ફાયદો થશે. ખાસ કરીને આમ આદમી પાર્ટીનું ગુજરાત યુનિટ ખૂબ જ મજબૂત થશે.

આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી નક્કી કરે છે કે કયો ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે અને રેશ્મા પટેલ એ એક મજબૂત નેતાનું નામ છે જેમના આવવાથી માત્ર એક સીટ પર નહીં, માત્ર એક જિલ્લામાં નહીં, પરંતુ આખા જિલ્લામાં આમ આદમી પાર્ટીને તાકાત મળશે.

આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ વિધિવત રીતે રેશ્મા પટેલને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું.

આમ આદમી પાર્ટીમાં જોડાવાના અવસર પર રેશ્મા પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નામમાં જ એટલા ગુણો છે જે દર્શાવે છે કે તે સામાન્ય વ્યક્તિની પીડા સમજવાવાળી પાર્ટી છે. મેં હંમેશા ગુજરાતમાં ગરીબ લોકો માટે, પીડિત લોકો માટે, શોષિત લોકો માટે અવાજ ઉઠાવવા માટે મારી શક્તિ અર્પણ કરી છે અને હવે હું ઈચ્છું છું કે મારી શક્તિ અને સમય એવી પાર્ટી સાથે જોડાય જ્યાં ગુજરાતની જનતાનું ભવિષ્ય છે.

ગુજરાતમાં એક સામાન્ય વ્યક્તિની એ જ માંગ છે કે બસ રોટી, કપડા અને મકાન મળી જાય. જેના માટે સારી શિક્ષણ વ્યવસ્થાની જરૂર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની આ તમામ જરૂરિયાતો ચોક્કસપણે પૂરી કરશે.

અરવિંદ કેજરીવાલ પોતે એક આંદોલનમાંથી આવેલા નેતા છે, એટલે કે તેઓ આંદોલનકારીની લાગણીઓને સમજી શકે છે અને તેથી જ આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું. મને ખાતરી છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના જુસ્સા સાથે હું મારી તાકાત વધારી શકીશ અને લોકો માટે કામ કરી શકીશ.

આ પણ વાંચો: G-20 Summit: પીએમ મોદીએ બાલીમાં દુનિયાની સામે રહેલા પડકારોમાંથી મુક્તિ મેળવવાનો સંદેશ

Gujarati banner 01