Happy teacher day 1

Happy teacher day: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની 134મી જન્મજયંતિએ વિધાનસભા ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી પૂષ્પાંજલિ અર્પણ કરી

Happy teacher day: ભારતના મહાન તત્વચિંતક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારત વર્ષ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવાય છે

અહેવાલઃ ઋચા રાવલ /ભરત ગાંગાણી

ગાંધીનગર, 05 સપ્ટેમ્બરઃ Happy teacher day: ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૪મા જન્મ દિને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.


ભારતના મહાન તત્વચિંતક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારત વર્ષ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવાય છે. ડૉ.એસ.રાધાકૃષ્ણનનો જન્મ તા. પમી સપ્ટેમ્બર ૧૯૮૮માં તામિલનાડુના ચેન્નાઇ (મદ્રાસ)થી ૨૦૦ કિ.મી દુર આવેલા તિરૂતન્ની જેવા નાનકડા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

298a72b3 d187 4628 a4dd 91738fcf93b6

આ પણ વાંચોઃ fire broke out in a hotel in Lucknow: લખનૌની એક હોટલમાં લાગી ભીષણ આગ, બે લોકોએ જીવ ગુમાવ્યા- વાંચો વિગત
ડૉ.એસ.રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ, મહાન તત્ત્વચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. મદ્રાસ યુનિવર્સિટીમાં શિક્ષણ બાદ દેશની અનેક યુનિવર્સિટીઓમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર અને છેવટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. તેઓ ઓક્સફર્ડ તેમજ શિકાગોની ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં પણ ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા.

ડૉ. રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે “ઈન્ડિયન ફિલોસોફી’’, ‘રિકવરી ઓફ ફેથ’ જેવા પુસ્તકોના લખ્યા હતા. સાહિત્યક્ષેત્રે ડૉ.રાધાકૃષ્ણનના મહાન પ્રદાન માટે તેમને ટેમ્પલટન એવોર્ડ, ભારતરત્ન તેમજ અન્ય અનેક એવોર્ડ્સથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ, અધિકારીઓ તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ Girl was raped by drinking alcohol: 7 રુપિયા ઉછીના લેવા યુવતીને પડ્યા ભારે, દારુ પીવડાવી આચરાયું દુષ્કર્મ

Gujarati banner 01