Hardik patel

Hardik patel: હાર્દિક પટેલ ની અરજીને સેશન્સ કોર્ટે આપી મંજૂરીઃ એક વર્ષ સુધી ગુજરાત બહાર જઇ શકશે !

Hardik Patel: હાર્દિક પટેલ તરફથી થયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે તે ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ અને રાજકીય આગેવાન છે. તેને દિલ્હી જવું પડે છે અને અન્ય રાજ્યોમાં પણ પક્ષની બેઠકોમાં જવું પડે છે.

અમદાવાદ, 24 જૂનઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ(Hardik patel)ને એક વર્ષ સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આપી છે. વર્ષ ૨૦૧૫માં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં જામીનની શરતના ભાગરૃપે ગુજરાત બહાર ન જવાનો આદેશ અપાયો છે. જામીનની શરતોમાં ફેરફાર કરવાની હાર્દિકની અરજીમાં કોર્ટે આ આદેશ કર્યો છે.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

હાર્દિક પટેલ(Hardik patel) તરફથી થયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે તે ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ અને રાજકીય આગેવાન છે. તેના પક્ષનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં છે અને તેની સંખ્યાબંધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. આ કારણોસર તેને દિલ્હી જવું પડે છે અને અન્ય રાજ્યોમાં પણ પક્ષની બેઠકોમાં જવું પડે છે.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

અરજીના વિરોધમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે અરજદાર જામીનની શરતોનો વારંવાર ભંગ કરે છે અને તેના કારણે ટ્રાયલ પાછળ ઠેલાઇ રહી છે. જેથી આ અરજી  રદ થવી જોઇએ. બન્ને પક્ષોને સાંભળી કોર્ટે હાર્દિક(Hardik patel)ને એક વર્ષ સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી આપી છે.

આ પણ વાંચોઃ Schools reopen:વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તી, સ્કૂલો રેગ્યુલર શરુ કરવા સરકારની વિચારણા- વાંચો સંપૂર્ણ વિગત