Hariprasad swami: સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી થયા અક્ષરધામ નિવાસી, હરિભક્તોમાં શોકની લાગણી

301 1

Hariprasad swami: વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી અને ગત રાતે તેઓ અક્ષરધામ નિવાસી થયા

વડોદરા, 27 જુલાઇઃ Hariprasad swami: વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી અને ગત રાતે તેઓ અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે

આ પણ વાંચોઃ Kanwar yatra: આ કારણે ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર અને ઉજ્જૈનની પ્રસિદ્ધ કાવડ યાત્રા રદ- વાંચો વિગત

હરિપ્રસાદ સ્વામીની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત રહેતી હતી. જો કે સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેમનું નિયમિત ચેકઅપ થતું હતું. પરંતુ સોમવારે સાંજે તેઓને ભાઈલાલ અમીન હોસ્પિટલમા વધુ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં અને રાત્રે 11 વાગ્યે તેઓ જીવનલીલા સંકેલી અક્ષરધામ નિવાસી થયા છે.

Hariprasad swami sokhada

88 વર્ષીય હરિપ્રસાદ સ્વામીજી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં છેલ્લાં કેટલાંક દિવસથી સારવાર હેઠળ હતા. ગઈ કાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. હરિપ્રસાદ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનથી હરિભક્તોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચોઃ IPL 2021: અહીં રમાશે IPLની બાકી મેચો, BCCIએ જાહેર કર્યું સમગ્ર શેડ્યુલ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરૂભાઈ હતાં. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિન ભક્તોએ ઉજવ્યો હતો.

swami sokhda
Whatsapp Join Banner Guj