IPL image

IPL 2021: અહીં રમાશે IPLની બાકી મેચો, BCCIએ જાહેર કર્યું સમગ્ર શેડ્યુલ- વાંચો વિગત

IPL 2021: બીસીસીઆઈના નવા શેડ્યૂલ મુજબ, આઈપીએલ સીઝનની બાકીની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 જુલાઇઃ IPL 2021: કોરોનાના વધતા કહેર વચ્ચે આઇપીએલ રદ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઈમાં આયોજીત થનારી VIVO IPL2021ના બાકીની મેચોના કાર્યક્રમોની જાહેરાત કરી દીધી છે. યુએઈમાં 27 દિવસના સમયગાળામાં કુલ 31 મેચો રમાશે.

બીસીસીઆઈના નવા શેડ્યૂલ મુજબ, આઈપીએલ સીઝનની બાકીની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે.

આ પણ વાંચોઃ Kargil vijay diwas: કારગિલની જંગ અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતને મળેલ વધુ એક જીતને 22 વર્ષ પૂર્ણ થયા..!

આ પછી મેચ અબુધાબીમાં શિફ્ટ થશે. જ્યાં કોલકાતા નાઈટ રાઇડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. શારજાહ 24 સપ્ટેમ્બરના રોજ તેની પ્રથમ મેચની યજામાની કરશે. આ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે

યુએઈમાં 13 મેચ દુબઇમાં યોજાશે. દસ મેચ શારજાહમાં યોજાશે. જ્યારે આઠ અબુધાબીમાં થશે. સાત મેચ ડબલ-હેડર હશે, જેમાં પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી તરફ સાંજે જે મેચો આયોજીત કરવામાં આવી છે તે તમામ મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચોઃ Corona vaccine for kids: બાળકો માટે જલ્દી આવશે આ કોરોના વેક્સિન, જાણો ક્યારે આવશે રસી?

જ્યારે બીજી તરફ અંતિમ મેચ 8 ઓક્ટોમ્બરે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર મુકાબલો 10 ઓક્ટોમ્બરના રોજ દુબઈમાં યોજાશે. જ્યારે કે એક એલિમિનેટર અને ક્વોલિફાયર 2 11 અને 13 ઓક્ટોમ્બરના રોજ શારજહામાં રમાશે. IPLની આ સિઝનનો ફાઈનલ મુકાબલો દુબઈમાં 15 ઓક્ટેમ્બરે યોજાશે

Whatsapp Join Banner Guj