હેલ્થ ટિપ્સઃ આ લોકોએ ભૂલથી પણ ન પીવુ જોઇએ હળદરવાળુ દૂધ, થઇ શકે નુકસાન

turmeric milk health main edited

હેલ્થ ટિપ્સ, 08 જાન્યુઆરીઃ ઠંડીની સિઝનમાં ઘણા લોકો નિયમિત રીતે હળદરવાળુ દૂધ પીવે છે. જેના નિયમિત સેવનથી શરદી ખાંસીમાં ખૂબ રાહત મળે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નિયમિત રીતે હળદરવાળુ દૂધ પીવાથી નુકસાન પણ થઇ શકે છે. તો આવો જાણીએ કે કેવા લોકોએ હળદરવાળુ દૂધ વધુ પ્રમાણમાં ન પીવું જોઇએ.

  • કોઈ વ્યક્તિની જો લિવર સાથે જોડાયેલ અનેક બીમારી કે પછી સમસ્યા છે, તો હળદરવાળુ દૂધ ન પીવુ જોઈએ. આ સમસ્યામાં હળદરવાળા દૂધનુ સેવન આ બીમારીને વધારી શકે છે.
  • હળદરમાં ટેસ્ટોસ્ટેરૉનના સ્તરને ઘટાડી દે છે.તેનાથી સ્પર્મની સર્કિયતામાં કમી આવી જાય છે. જો તમે તમારી ફેમિલી વધારવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો તો કોશિશ કરો કે હળદરવાળુ દૂધનુ સેવન સંયમિત રૂપથી કરો.
  • જે વ્યક્તિને મસાલા કે ગરમ વસ્તુ ખાવાની એલર્જી હોય છે તેમણે પણ હળદરવાળુ દૂધનુ સેવન ન કરવુ જોઈએ. હળદરવાળુ દૂધ તમારી એલર્જીને વધારી શકે છે. હળદર ગૉલબ્લૈડરમાં સ્ટોન બનાવવાનુ પણ કામ કરી શકે છે.
Whatsapp Join Banner Guj
  • દરેક વ્યક્તિન આ શરીરનુ તાપમા જુદુ જુદુ હોય છે. સામાન્ય રીતે જે લોકોને ગરમ વસ્તુઓ ખાવાથી જલ્દી અસર થાય છે તેમણે હળદરવાળુ દૂધ ન પીવુ જોઈએ. તેનાથી શરીરમાં ગરમી વધી જાય છે. જેનાથી તમને પિમ્પલ, કબજિયાત, ખંજવાળ અને બેચેની જેવી સમસ્યા થઈ જાય છે.
  • અનેક પ્રેગનેંટ મહિલાઓ ઘરેલુ નુસ્ખાના આધાર પર હળદરવાળુ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી થનારા બાળકનો વર્ણ સાફ રહે પણ શુ આપ જાણો છો કે હળદરવાળુ દૂધ પીવાથી પેટમાં ગરમી વધી જાય છે. બીજી બાજુ હળદર ગર્ભાશયનુ સંકુચન, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ કે ગર્ભાશયમાં ખેંચ ઉભી કરી શકે છે. ખાસ કરીને ગર્ભધારણના ત્રણ મહિનાની અંદર હળદરવાળુ દૂધનુ સેવન ખતરનાક છે.

આ પણ વાંચો…

શુક્રવારે કરો આ ઉપાયઃ મા લક્ષ્મીના મળશે આશિર્વાદ, ઘરમાં રહેશે સુખ-શાંતિ