ગુજરાતમાં આજથી ચાર દિવસ હીટ વેવ(heat wave)ની હવામાન વિભાગે કરી આગાહી: તાપમાન 43 ડીગ્રી સુધી જાય તેવી શક્યતા

heat wave

ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી ચાર દિવસ માટે રાજ્યમાં હિટવેવ(heat wave)ની આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં આગામી રવિવારથી મંગળવાર દરમિયાન તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે તાપમાન ધીમે ધીમે વધે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આાગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩-૪ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આગામી શુક્રવાર-શનિવારના પોરબંદર-ગીર સોમનાથ-કચ્છ, રવિવાર-સોમવારના પોરબંદર-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-કચ્છ-બનાસકાંઠા-સાબરકાંઠામાં હીટ વેવ રહેશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે. ‘ અમદાવાદમાં આજે ૩૮ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.

ADVT Dental Titanium

દરમિયાન આજે ૪૦.૪ ડિગ્રી સાથે પોરબંદરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર ભૂજમાં ૩૯.૮, કેશોદ-સુરેન્દ્રનગરમાં ૩૯.૫, કંડલા-નલિયામાં ૩૯.૧, રાજકોટમાં ૩૯, ડીસામાં ૩૮.૯, સુરત-અમરેલીમાં ૩૮.૪, વડોદરામાં ૩૭.૮, દીવમાં ૩૭.૭, વલ્લભ વિદ્યાનગરમાં ૩૭.૩, ભાવનગરમાં ૩૭.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આાગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩-૪ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આગામી શુક્રવાર-શનિવારે પોરબંદર-ગીર સોમનાથ-કચ્છ, રવિવાર-સોમવારના પોરબંદર-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-કચ્છ-બનાસકાંઠા-સાબરકાંઠામાં હીટ વેવ રહેશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

No corona case: ગુજરાતના આ 100થી વધુ ગામડામાં કોરોના વાયરસનો પ્રવેશ થયો નથી…ગામના લોકો ગાઇડલાઇનનું ચુસ્તપણે કરે છે પાલન