Rain pic

અમદાવાદમાં ભારે પવન અને વીજળીઓ સાથે ભારે વરસાદ(heavy rain) પડ્યો, વાતાવરણમાં ઠંડક છવાઇ

અમદાવાદ, 05 જૂનઃ શુક્રવારે રાત્રે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પવનના ભારે સૂસવાટા અને વીજ કડાકા સાથે વરસાદ(heavy rain) વરસવાનો શરૂ થતા મોડી રાત સુધીમાં શહેરમાં એક ઈંચ ઉપરાંત વરસાદ વરસી ગયો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે ગુરુવારે રાતે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યા બાદ ફરી કાલે એટલે કે શુક્રવારે પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Whatsapp Join Banner Guj

અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં વીજ ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.શહેરીજનોએ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ(heavy rain)થી રાહત અનુભવી હતી. આ અંગે મળતી માહીતી મુજબ, શહેરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ શુક્રવારે રાતના નવના સુમાર વાતાવરણમાં પલટો આવતા જોતજોતામાં ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે શહેરના ઘાટલોડીયા સહીતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. સાયન્સ સિટી, શીલજ, બોપલ અને ઘુમા સહીતના વિસ્તારો ઉપરાંત ન્યુ રાણીપ, સાબરમતીમા વરસાદને પગલે લોકોએ અસહ્ય ઉકળાટથી રાહત અનુભવી હતી.

heavy rain

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને કલોલ સહીતના વિસ્તારોમાં પણ વરસાદ(heavy rain) થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.શહેરના ઉત્તરઝોનમાં નરોડા ઉપરાંત સરદારનગર સહીતના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે.શહેરમાં રાતના નવથી દસ સુધીના એક કલાકના સમયમાં અડધા ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આ પણ વાંચો….

world environment day: બધા વર્ષમાં એક દિવસ ઉજવે છે તો ડોન બોસ્કો શાળામાં રોજે રોજ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ