Almond farm

વિશ્વ પર્યાવરણ દિવસ: ખેતી નું પર્યાવરણ(Farm environment) સુધારવા પરેશ પટેલ ઉછેરી રહ્યાં છે સૂકા મેવાની બદામની વાડી

વડોદરા, 05 જૂનઃFarm environment: શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે ખેતીનું પર્યાવરણ સુધારવા કરજણ તાલુકાના વેમાર ગામના પરેશ હરીવદન પટેલે સૂકા મેવામાં વપરાતી બદામની વાડીનો(Farm environment) ઉછેર શરૂ કર્યો છે. ઓસ્ટ્રેલિયન વરાયટીની આ બદામના ઝાડ ૨૦ થી ૨૫ ફૂટ ઊંચા થાય છે એટલે નિશ્ચિત પણે તેના વાવેતરથી વાતાવરણ હરિયાળું બને.એટલે પર્યાવરણ ને પણ ફાયદો થાય. સૂકા મેવાની બદામ એ ગુજરાત માટે નવી બાગાયત ગણાય.

Farm environment


ખેડૂતો હવે ખેતીની અવનવી વાતો જાણવા માટે યુ ટ્યુબ સહિત સોશીયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે.પરેશભાઈ ને આ ખાંખાખોળા દરમિયાન બદામની આ નવી ખેતીની વાત જાણવા મળી.તપાસ કરતાં ગાંધીનગરની એક નર્સરી રોપા ઉછેરે છે એવી જાણકારી મળી.
તેમણે ત્યાંથી ૭૦૦ જેટલા છોડ મેળવીને પ્રયોગ રૂપે,નવા સાહસ રૂપે વાવેતર કર્યું છે.આમ તો એક છોડની કિંમત રૂ.૧૨૦ છે પરંતુ વેમાર સુધી પરિવહન અને વાવેતર ખર્ચ સાથે તેમને એક છોડ લગભગ રૂ.૨૦૦ માં પડ્યો છે.છોડનો ઉછેર સારો હોવાથી તેઓ પ્રોત્સાહિત(Farm environment) થયાં છે.વાવેતર ત્રણ વર્ષે પરિપક્વ થાય તે પછી બદામનું ઉત્પાદન શરૂ થાય છે એવી જાણકારી આપતાં પરેશભાઈ એ કહ્યું કે, આ મારું નવું સાહસ છે.નવો પાક છે.સફળતા કેટલી મળશે એ હજુ નક્કી નથી.એટલે જોખમ ઘટાડવા એક હેકટરમાં બદામની સાથે ગુલાબી તાઇવાન જામફળ ઝિક્ઝેક પદ્ધતિ(Farm environment)થી ઉછેર્યા છે જેનો પાક આ વર્ષે મળતો થઈ જશે. એટલે કદાચ બદામના વાવેતરમાં સફળતા ઓછી મળે તો પણ ખર્ચ સરભર થઇ જશે. તેમણે જણાવ્યું કે આ વૃક્ષ પર લાગેલા બદામના ફળ સુકાઈને જમીન પર ગરી જાય પછી તેને તોડીને જે મીંજ કાઢવામાં આવે એ જ બદામ.આ ફળોને મગફળીની જેમ થ્રેસરમાં પિલીને પણ બીજ કાઢી શકાય.

ADVT Dental Titanium


ખેડૂત તેના પેકિંગ બનાવીને જાતે વેચાણ કરી શકે અથવા સૂકા મેવાના વ્યાપારીઓને પણ વેચાણ કરી શકાય. તેમને આપવામાં આવેલી માહિતી મુજબ એક છોડ પર ૩૦ થી ૪૦ કિલો બદામ ઉતરે. પરેશભાઈ પાસે ૬૦ વિંઘા જમીન છે જેના પર તેઓ ફક્ત બાગાયત જ કરે છે.તેમનું કહેવું છે કે કપાસ જેવી પરંપરાગત ખેતીમાં મજૂરીની મોટી સમસ્યા છે એટલે મારા જેવા ખેડૂતો બાગાયત વધુ પસંદ કરે છે.
તેમણે કેસર કેરીના આંબા ઉછેર્યા છે.તેની સાથે એક પ્રયોગ તરીકે સીતાફળ,દાડમ,મોસંબી ઇત્યાદિનો ઉછેર કર્યો. તેમના મતે ગુજરાતમાં ખૂબ જૂજ ખેડૂતોએ ઓસ્ટ્રેલિયન બદામ વાવવાનું સાહસ કર્યું છે.તેમના સાથી ખેડૂતો એ પણ ૫ થી ૧૦ છોડ ઉછેરવાનું (Farm environment)સાહસ કર્યું છે. બાગાયત વિભાગની વડોદરા કચેરીએ બદામની ખેતીના તેમના આ પ્રયોગની નોંધ લીધી છે. ગુજરાતીમાં કહેવાય છે કે સિદ્ધિ માટે સાહસ કરવું પડે.સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.ખેતી માં પણ એવું જ છે.જે સાહસ કરે છે તે નવી દિશા પામે છે.પરેશભાઈને તેમના સાહસમાં સફળતાની શુભકામનાઓ.

આ પણ વાંચો…

world environment day: બધા વર્ષમાં એક દિવસ ઉજવે છે તો ડોન બોસ્કો શાળામાં રોજે રોજ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ