Rain pic

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ(heavy rain)ની હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગાંધીનગર, 18 જૂનઃheavy rain: હવામાન વિભાગ જાણે ગુજરાત પર મહેરબાન હોય તેમ રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલવસાડમાં આજે ભારે વરસાદ(heavy rain) તૂટી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ચાલુ છે. જો કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ હવામાનની આગાહી છે.

હાલ વાવણીની સિઝન ચાલી રહી હોવાથી સારા વરસાદ(heavy rain)ની ખેડૂતો આશા સેવી રહ્યા છે. જો કે, હવામાન એની આગાહી પ્રમાણે અનુકૂળ રહ્યું તો જગતના તાતને મબલક પાક ઉપજશે તેમાં કોઈ નવાઈ નથી. વલસાડના ઉમરગામમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે…શહેરી વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા અને વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડી રહી છે..બીજીતરફ ગ્રામ્ય વિસ્તારમાં શ્રીકાર વર્ષા થતા ખેડૂતો ખુશ જોવા મળ્યા.

heavy rain

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદી(heavy rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાલોડ, ડોલવણ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ચાલુ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદને લીધે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.

આ પણ વાંચો…

class-12 result: ધો. 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર, ધોરણ 10 અને 11 માં ગણાશે આટલાં ગુણ- વાંચો સંપૂર્ણ વિગત