Heavy rain: રાજ્યના આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદ શરુ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

અમદાવાદ, 04 જૂનઃHeavy rain: રાજ્યમાં ધીરે-ધીરે હજુ તો વરસાદની ઋતુ પણ નથી આવી ત્યાં તો અનેક જિલ્લાઓમાં વરસાદે માઝા મૂકી છે. અનેક વિસ્તારોમાં વરસાદે રેલમછેલ બોલાવી દીધી છે. ત્યારે આજ રોજ શુક્રવારના અમદાવાદમાં પણ મેઘો મહેરબાન થયો છે. વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં ભારે રમઝટ બોલાવી છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં રાત્રે નવ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ(Heavy rain શરુ છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ત્યારે અચાનક તૂટી પડેલા વરસાદથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ક્યાંક ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.

Whatsapp Join Banner Guj

શહેરના બોપલ, ઘુમા અને તેની આસપારના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો. અમદાવાદમાં ગઈ કાલે રાત્રે પણ વરસાદનું ઝાપટું પડ્યું હતું. હવમાન વિભાગે ત્રીજી અને ચોથી જૂને અમદાવાદ સહિત રાજ્યમાં ઘણા સ્થળે વરસાદ પડવાની આગાહી કરી હતી. તો હજુ પણ બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

બીજી બાજુ બોટાદ અને ભાવનગર જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે. સતત બે દિવસથી પડતી ગરમી બાદ બોટાદમાં વરસાદી માહોલ છવાયો. તો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી સાંજે વરસાદી માહોલા જામ્યો હતો. ગઈ કાલે જ ઉમરાળાના ધોળામાં કરા સાથે ધોધમાર વરસાદ(Heavy rain) થયો હતો. તો આજે રંઘોળામાં વરસાદથી ખેડૂતોને વાવણીકાર્યમાં મુશ્કેલી ઉભી થઈ હતી.

ADVT Dental Titanium

મહેસાણા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. મહેસાણાના શહેરીજનોએ દિવસભર કાળઝાળ ગરમી સહન કર્યા બાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. વરસાદ(Heavy rain)ના લીધે મહેસાણાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતાં. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી.

આ પણ વાંચો…

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (vaccination) ની પ્રક્રિયા ઝડપી બનાવવા રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય