Hindu hit raksha samiti ambaji

Hindu hit raksha samiti: ઉદયપુર ની ઘટના ને વખોડવાં હિંદુ હીત રક્ષા સમીતી દ્વારા એક બેઠક નું આયોજન

Hindu hit raksha samiti: યાત્રાધામ અંબાજી ખાતે પણ ઉદયપુર ની આ ઘટના ને વખોડવાં હિંદુ હીત રક્ષા સમીતી દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 07 જુલાઈ:
Hindu hit raksha samiti: રાજસ્થાન નાં ઉદયપુર માં કનૈયાલાલ દરજી ની ધોળા દિવસે થયેલી હત્યા ના આરોપીઓ પકડાઈ જવાં છતાં ઘટનાં નાં પડઘા સમગ્ર દેશ માં જોવા મળી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ઉદયપુર ની આ ઘટના ને વખોડવાં હિંદુ હીત રક્ષા સમીતી દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ બેઠક માં વિવિધ હિંદુ સમાજ નાં આગેવાનો ઉપસ્થીત રહી ઉદયપુર માં બનેલી ઘટના ને વખોડી હતી. એટલુંજ નહીં ભવિષ્ય માં અંબાજી જેવાં પવિત્ર યાત્રાધામો માં ન બને તેને લઇ પોતાના હિંદુ સમાજ નાં સંગઠનો ને મજબુત કરવાં આહવાન કરાયુ હતુ તેમજ આવી કોઇ પણ જાત ની ઘટના સામે આવે તો તેનાં સામે જાગૃતી દાખવવાં સાથે સચેત રહેવાં પણ જણાવાયુ હતુ.

આ બેઠક માં અંબાજી જેવાં રાજ્ય નાં તમામ યાત્રાધામો માં સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવાં માંગ કરવામાં આવી છે. જેને લઇ આગામી સમય માં આવેદન પત્ર આપવાં માટે વિશાળ રેલી નું પણ આયોજન કરવાં આજ ની બેઠક માં નક્કી કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો..Hindu help line: હિન્દુઓને મળી રહેલ ધમકીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ “હિન્દૂ હેલ્પ લાઇન” શરૂ કરશે

Gujarati banner 01