hindu calendar panchang

Hindu tithi: આજે ભડલી નોમ- આવતી કાલથી ગૌરી વ્રત શરુ, 13મીએ ગુરુ પૂર્ણિમા અને 14મીએ જયા પાર્વતી વ્રત શરૂ- વાંચો અન્ય તીથી વિશે

Hindu tithi: દેવશયની એકાદશી, સોમ પ્રદોષ, જયા પાર્વતી વ્રત અને 13 તારીખે ગુરુ પૂર્ણિમાએ અષાઢ મહિનાનો છેલ્લો દિવસ રહેશે

જ્યોતિષ ડેસ્ક, 08 જુલાઇઃ Hindu tithi: અષાઢ મહિનાના છેલ્લો દિવસ ધર્મ-કર્મની દૃષ્ટિએ ખાસ રહેશે. આજે 8 જુલાઈના રોજ ભડલી નોમ એટલે લગ્ન માટે વણજોયું મુહૂર્ત રહેશે. તેના પછીના દિવસે ગૌરી વ્રત શરૂ થઈ જશે. પછી દેવશયની એકાદશી, સોમ પ્રદોષ, જયા પાર્વતી વ્રત અને 13 તારીખે ગુરુ પૂર્ણિમાએ અષાઢ મહિનાનો છેલ્લો દિવસ રહેશે. તેના પછીના દિવસથી હિંડોળા શરૂ થશે.

જ્યોતિષ અનુસાર, આ વર્ષે ચાતુર્માસ અને ધનુર્માસના કારણે લગ્ન માટે મુહૂર્ત ખૂબ જ ઓછા છે. એટલે લોકોને વણજોયા મુહૂર્તની રાહ છે. દેશના થોડા ભાગમાં અષાઢ મહિનાના સુદ પક્ષની નોમને વણજોયું મુહૂર્ત માનીને આ તિથિમાં લગ્ન કરવામાં આવે છે. જેને ભડલી નોમ કહેવામાં આવે છે. જે આ વખતે 8 જુલાઈના રોજ છે. તે પછી વણજોયું મુહૂર્ત દેવઊઠી એકાદશી રહેશે. જે 6 નવેમ્બરના રોજ છે. ચાર મહિના પછી આ દિવસથી લગ્નની શરૂઆત થઈ જશે.

અષાઢ સુદ પક્ષના છેલ્લાં પાંચ દિવસ
9 જુલાઈ, શનિવાર (ગૌરી વ્રત)- 
અષાઢ મહિનાના સુદ પક્ષના છેલ્લાં પાંચ દિવસોમાં ગૌરી વ્રત કરવામાં આવશે. જે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે. ગુજરાતમાં આ વ્રતનું મહત્ત્વ વધારે છે. જેમાં દેવી પાર્વતીની પૂજા કરવાનું વિધાન છે. કુંવારી યુવતીઓ સારા પતિની કામના અને મહિલાઓ લગ્નજીવનમાં સુખની ઇચ્છાથી આ વ્રત કરે છે.

આ પણ વાંચોઃ PM addresses akhil bhartiya shiksha samagam: નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ સમાગમને સંબોધિત કરતા આયુર્વેદ વિશે કહી આ વાત- વાંચો વિગત

10 જુલાઈ, રવિવાર (દેવશયની એકાદશી, ચાતુર્માસ શરૂ)- આ અંગે માન્યતા છે કે આ તિથિથી ચાર મહિના માટે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જતા રહે છે અને પછી દેવઊઠી એકાદશીએ જાગે છે. આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થશે. આ ચાર મહિનામાં માંગલિક અને શુભ કાર્યો વર્જિત રહે છે.

11 જુલાઈ, સોમવાર (પ્રદોષ વ્રત)- સોમવારે તેરસ તિથિ હોવાથી સોમ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. વાર અને તિથિ બંને જ શિવજીને પ્રિય હોવાથી આ દિવસે ખાસ વ્રત અને શિવપૂજા કરવામાં આવશે. આ ચાતુર્માસના પહેલાં સોમવારમાં સોમ પ્રદોષ વ્રત રહેશે.

12 જુલાઈ, મંગળવાર (જયા પાર્વતી વ્રત)- જયા પાર્વતી વ્રત અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિએ શરૂ થાય છે. આ વખતે આ તિથિ મંગળવારના રોજ સૂર્યોદય વ્યાપિની હોવાથી આ દિવસે જયા પાર્વતી વ્રત કરવામાં આવશે. આ દિવસે ચૌદશ તિથિનો ક્ષય થઈ ગયો છે.

13 જુલાઈ, બુધવાર (ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા)- આ તિથિએ અષાઢ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે અને 14 જુલાઈથી હિંડોળાની શરૂઆત થશે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીની પૂજા કરવામાં આવે છે. જેમણે મહાભારત સહિત 18 પુરાણોની રચના કરી છે.
આ પણ વાંચોઃ Alia bhatt talks about suhagrat: કૉફી વિથ કરન સિઝન7 ની પહેલી ગેસ્ટ બની આલિયા ભટ્ટ, સુહાગરાત વિશે કહી આ વાત

Gujarati banner 01