nitin patel iuans

કોરોનાના કેસને લઇ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા, સાથે જ હોળી દહન(Holi dahan)ની ગાઇડલાઇન સહિત આપી મંજૂરી પણ ધૂળેટીની મનાઇ

Holi dahan

અમદાવાદ,21 માર્ચ : કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છો તો બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે. લોકોમાં અસમંજસ છે કે કોરોનાના કહેર વચ્ચે હોળી-ધૂળેટી ઉજવવી કે નહિ. ત્યારે નાયબ મુખ્યમંત્રી(Holi dahan) એ સ્પષ્ટતા કરી કે, હોળી અને ધુળેટી અંગે સીએમની અધ્યક્ષતામાં નિર્ણય કરાયો છે. હોળી અને ધુળેટી ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે. હોળી (Holi dahan) ની ઉજવણીમાં ટોળાશાહી કરવા, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી આપવામાં નથી આવી. માત્ર ધાર્મિક રીતે હોળી દહનની જ મંજૂરી રહેશે. 

ADVT Dental Titanium

અમદાવાદમાં આવેલી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંક ખાતેના સહકાર ભવનમાં ઘનશ્યામભાઈ અમીનનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) હાજરી આપી હતી. તેમણે મીડિયા સંબોધનમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે કહ્યું હતું કે, 10 દિવસથી સમગ્ર દેશમાં કોરોનાના કેસ (gujarat corona update) વધી રહ્યા છે. કેસો વધતા નાગરિકોને જાગૃત કરવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સાવચેત કરી રહ્યા છીએ. રાજ્યમાં જે કેસો વધ્યા છે, તે અગાઉની જેમ ગંભીરતા સાથે નથી આવી રહ્યાં.

Whatsapp Join Banner Guj

હાલ સામાન્ય લાક્ષણોવાળા જ કેસો આવે છે. હોમ ક્વોરેન્ટઈન થાય, ઘરે સારવાર લે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ માટે ધન્વન્તરી રથ, ટેસ્ટિંગ કેમ્પનું પ્રમાણ વધારી દેવાયું છે. સામાન્ય બીમારી દેખાય એ તમામની સારવાર કરીએ છીએ. સાથે જ વેક્સીનેશન (vaccination) પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. 36 લાખ લોકોને અત્યાર સુધી વેક્સીન આપી છે. અગાઉ વેક્સીનેશન કાર્યક્રમમાં રવિવારે રજા અપાતી હતી, પણ આજે રવિવારના દિવસે 2500 કરતા વધુ સરકાર અને અન્ય ખાનગી હોસ્પિટલમાં કામગીરી ચાલુ છે. સાથે જ તેમણે કહ્યું કે, વેક્સીન લીધી છે એટલે સુરક્ષિત એવું મહેરબાની કરીને કોઈ ના માને. બંને ડોઝ લીધાના 15 દિવસ બાદ અસર શરૂ થશે એટલે સૌ કોઈ ધ્યાન રાખે. હાલ 15 લાખથી વધુ ડોઝ આપણી પાસે ઉપલબ્ધ છે. 

આ પણ વાંચો….

અમદાવાદની 63 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2284 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ, બંધ કરાયેલા કોવિડ વોર્ટ(Corona ward)ને ખોલવાની ફરજ પડી સાથે રસીકરણનું કામ ઝડપી બન્યું..!