અમદાવાદની 63 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2284 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ, બંધ કરાયેલા કોવિડ વોર્ડ(Corona ward)ને ખોલવાની ફરજ પડી સાથે રસીકરણનું કામ ઝડપી બન્યું..!

corona ward

અમદાવાદ, 21 માર્ચઃ અમદાવાદમાં કોરોના કેસો બેકાબૂ બનતા SVP હોસ્પિટલ તેમજ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં બંધ કરાયેલા વોર્ડ (Corona ward) ખોલવાની ફરજ પડી છે. SVP હોસ્પિટલમાં હાલ ગ્રાઉન્ડ ફ્લોર, બીજા માળે, પાંચમા માળે તેમજ અગિયારમાં માળે કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે. 

ADVT Dental Titanium

સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં પણ 500 બેડ કોરોના દર્દીઓ માટે તૈયાર રખાયા છે. અમદાવાદની 63 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2284 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશન બેડ પર 280 દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે હાલ 716 આઈસોલેશનના બેડ ખાલી છે. HDU ના બેડ પર કોરોનાના 263 દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 496 HDU બેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં 96 ICU વિથઆઉટ વેન્ટીલેટરના બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 251 બેડ હાલ ખાલી છે. ICU વિથ વેન્ટીલેટર પર 44 કોરોના દર્દીઓ દાખલ છે, જ્યારે 138 જેટલા ICU વિથ વેન્ટીલેટરના બેડ હાલ ખાલી છે. જો કે હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ મોટી સંખ્યામાં હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. આહના તરફથી પણ ગંભીર લક્ષણ નાં ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પણ હોમ કેર સર્વિસ આપવામાં આવી રહી છે. 

Whatsapp Join Banner Guj

કોરોનાને માત આપવા ચાલી રહેલા રસીકરણની પણ ગતિ વધારવામાં આવી છે. ગઈકાલે રાજ્યભરમાં 2,02,529 લોકોને કોરોનાની રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 28,36,204 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો 5,92,712 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યો છે. કોરોના રસીના કુલ 34,28,916 ડોઝ અત્યાર સુધી ગુજરાતભરમાં આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચો…

તંત્ર થયું એલર્ટઃ ભાવનગર જીલ્લાના 2 પ્રવેશ દ્વારો પર કોરોના રેપીડ ટેસ્ટ(Covid 19 test)ની શરૂઆત